સુરત પીએસઆઈ આપઘાત કેસઃ પતિના ૩ મહિલાઓ સાથે શારીરિક સંબંધો આવ્યા બહાર
સુરત અમિતા જાેષી કેસમાં કોન્સ્ટેબલ પતિ સહિતના સાસરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોધી મહિધરપુરા પોલીસે પુરાવા એકત્ર કરવા કવાયત હાથ ધરી છે. પિયરિયાએ પતિ વૈભાવના ૩ મહિલા સાથે અનૈતિક સંબંધો હોવાનો આક્ષેપો કરતાં પોલીસે તે દિશામાં કેન્દ્રિત કરી આરોપીઓની મોબાઈલ કોલ ડિટેઈલ્સ મેળવવા તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે ઉધના પોલીસ સ્ટેશનના પીએસઆઈ અમિતા બાબુભાઈ જાેષીએ સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ કેસમાં પિયરિયાઓએ પતિ વૈભવ સહિતના સાસરિયા સામે સંગીન આક્ષેપો કર્યા હતા.
આખરે ઘટનાના સપ્તાહ બાદ મૃતક અમિતા જાેષીના પિતા બાબુભાઈએ મહિધરપુરા પોલીસમાં અમિતાના પતિ વૈભાવ જીતેશ ઉર્ફે જીતુ વ્યાસ, સસરા જીતુ વ્યાસ, સાસુ હર્ષાબેન, નણંદો મનીષા હરદેવ ભટ્ટ અને અંકિતા ધવનભાઈ મહેતા (તમામ રહે. ગારિયાધર, ભાવનગર) સામે આપઘાતનો દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સાસરિયા અમિતાને નોકરીમાંથી રાજીનામું આપી દેવા દબાણ કરવા સાથે તેણીએ પોતાની કમાણીથી લીધેલી કાર, ફ્લેટ પતિ વૈભવના નામે કરવા પણ તેઓ ધમકાવતા હતા. ઉપરાંત અમિતા પાસે સેલેરીનો હિસાબ માંગીને પણ તેઓ ટોર્ચરિંગ કરતા હતા. વળી, સાડા ચાર વર્ષના દીકરા જયમીનનું પણ બ્રેઈનવોશ કરી યેનકેન પ્રકારે માતાથી દૂર રાખતા હતા.
મજબૂત મનોબળના અમિતા જાેષી સાસરિયાના અમાનુષી અત્યાચારની સાથોસાથ પતિ વૈભવના લગ્નેત્તર સંબંધોથી સતત તણાવમાં રહેતા હતા. પિયરિયાના આક્ષેપો મુજબ પતિ વૈભવના સાવરકુંડલાની મહિલા, સુરતમાં દીકરાની સંભાળ માટે આવતી વિધવા મહિલા અને વતનની જ એક મહિલા સાથે અનૈતિક સંબંધો છે. જેથી પિયરિયાના આક્ષેપોને આધારે મહિધરપુરા પોલીસે વૈભવ ફરતે તપાસ કેન્દ્રિત કરી છે. પોલીસે વૈભવ સહિતના સાસરિયાની મોબાઈલ કોલ ડિટેઈલ્સ મંગાવી છે.
Recent Comments