ગુજરાત

સુરત પેથોલોજી લેબોરેટરી HCL હેલ્થકેર ફાઉંડેશન ની મુલાકાતે બી એલ રાજપરા

સુરત ખાતે પધારેલ યુવાનો ના આદર્શ નિવૃતવયે પણ સતત પ્રવૃત્તિમય આરોગ્ય ક્ષેત્રે મોટું સેવાપ્રદાન કરતા બી એલ રાજપરા સાહેબે આજે સુરત શહેર માં ૧૦૦ કર્મચારી સ્ટાફ ધરાવતી નામાંકિત પેથોલોજી લેબોરેટરી HCL હેલ્થકેર ફાઉંડેશન ની મુલાકત લીધી 

રિટાયર્ડ મેને જીંદગી કેવી જીવવી ? તે કોઈ બી એલ રાજપરા સાહેબ પાસેથી શીખે ! દેશ ની એક માત્ર કેશકાઉન્ટર વગર તદ્દન વિના મૂલ્યે આરોગ્ય સેવા આપતી માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદજી સરસ્વતીજી હોસ્પિટલ ટીમ્બી (જી. ભાવનગર) ના મેનેજિંગ ટ્રસ્ટી છે આ હોસ્પિટલ માં રોજ ના ૧૦૦૦ થી પણ વધુ દર્દીઓ ની ની:શુલ્ક સારવાર થઇ રહી છે. 

અહીંયા રોજ ના ૩૦ કરતા પણ વધુ ઓપરેશન થઇ રહ્યા છે અને કેશ કલેકશન નામની કોઈ પ્રથા જ નથી ૩૫ રેસિડેન્ટ તબીબ સહિત ૧૭૫ નો કર્મચારી સ્ટાફ ઓપરેશન દવા સારવાર અને દર્દી સાથે આવેલા હર કોઈ સગા સંબંધી માટે બે ટાઈમ જમવાની અને રહેવાની સગવડતા વિના મૂલ્યે પૂરી પાડી માનવસેવા કરતી હોસ્પિટલ નું કુશળતા પૂર્વક સંચાલન કરતા શ્રી બી એલ રાજપરા સાહેબ એ આજરોજ સુરત શહેર માં ચાર બ્રાન્ચ ધરાવતી લેબ ની અથવાગેટ બ્રાન્ચ ની વિઝિટ સર્વ ને પ્રોત્સાહન અને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા શ્રી બી એલ રાજપરા ના આગમન થી સર્વત્ર ખુશી સાથે વિપુલભાઈ માણીયા – HCL લેબોરેટરી- મેઈન બ્રાન્ચ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું સુરત શહેર માં ૧૦૦ કર્મચારી સ્ટાફ ધરાવતી નામાંકિત પેથોલોજી લેબોરેટરી HCL હેલ્થકેર ફાઉંડેશન ની મુલાકતે પધારેલ બી એલ રાજપરા ની મુલાકાત થી સમગ્ર સ્ટાફ માં ખુશી વ્યાપી ગઈ હતી .

Related Posts