સુરત પોલીસ નકલી ચલણી નોટો છાપતાં યુવકની ધરપકડ કરી
સુરત શહેર પોલીસની વધુ એક વખાણ લાયક કામગીરી સામે આવી જેમાં, ઓલપાડ પોલીસે નકલી નોટો બનાવતા એક શખ્સને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા પકડવામાં આવેલ વ્યક્તિ કલર પ્રિન્ટર દ્વારા નકલી ચલણી નોટ બનાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવવા પામ્યું છે. ત્યારે યુવકની સાથે હજુ કોણ કોણ આ નકલી નોટનાં કારોબારમાં સંડોવાયેલ છે તે તરફ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ ઘટનાની વાત કરીએ તો, ઓલપાડ પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઈ એસ.એન.ચૌધરીને બાતમી મળી હતી કે ઓલપાડના પરા વિસ્તાર નજીક સેનાખાડી ના રસ્તે અલ્તાફ અહેમદ દીવાન નામનો યુવાન ઓલપાડ બજારમાં નકલી ચલણી નોટ વટાવવા જાય છે. જે બાતમીનાં આધારે મહિલા પી. એસ. આઈ ચૌધરીએ તેમના સ્ટાફ સાથે સેના ખાડી નજીક વોચમાં હતા. ત્યારે અલ્તાફ અહેમદ આવતા તેને ઝડપી પાડી પોલીસ સ્ટેશન લાવી ચેક કરતા તેના હાથમા રાખેલ પર્સ માંથી ૧૦૦ ના દર ની ૯૭ નોટ જેની કિંમત ૯૭૦૦ થાય છે. જે કબ્જે લઇ નોટોની સાઈન્ટીફીક તપાસ કરતા આ નોટ નકલી હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટર દ્વારા આ બનાવટી નોટ બનાવતો હતો પોલીસે તમામ મુદ્દા માલ કબજે કરી અને વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments