સુરત પ્રેરણા ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યોગીચોક SMC કોમ્યુનિટી હોલ કોવિડ આઈસોલેસન સેન્ટર માં પ્રેરણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ની અનોખી મુહિમ કોરોના ને માત આપી રજા દેતા દર્દી નારાયણો ને વૃક્ષ આપી પ્રાણ વાયુ આપતા વૃક્ષ ની મહતા દર્શાવતો સંદેશ અપાય છે દર્દીઓને બપોરનું ભોજન આપવામા આવે છે
સમાજ સેવક સુરેશભાઈ મિયાણી, સુરત શહેરના ઉપાધ્યક્ષ(આમ આદમી પાર્ટી) દીપક ગાંગાણી શલૈષભાઈ ઘોળીયા તેમજ સુરત શહેર સોશિયલ મીડિયા કો-ઇન્ચાર્જ સંજય ઉમરેટીયા એવમ મિત્ર મંડળ ના સહયોગ થી કોવિડ આઇસોલેશન માં જે દર્દી ઓને અને દર્દી ના સગાસબંધીઓ, દર્દી ની સંભાળ રાખી રહેલા ને બોપર નું ભોજન આપવા માં આવ્યુ હાલ ની પરિસ્થિતિ ને જોતા પ્રાણવાયુ એવા ઓક્સિજન ની મોટી અછત ઉભી થાય છે જે ને લીધે દર્દી ઓ ને વધારે તકલીફ પડી રહી છે. જે દર્દી ઓ સાજા થઈ ને ધરે જાય છે એમ ને વૃક્ષ આપી અને જતન કરાવવામાં આવે છે. હાલ વૃક્ષો આડે-ધડ કપાવા ના લીધે જે ઓક્સિજન ની અછત ઉભી થાય જે આવનારી પેઢી ને આ સમસ્યા નો સામનો કરવો ન પડે આથી લોકો ને વૃક્ષો નું મહત્વ સમજાવી જેમ બને એમ વધારે ને વધારે વૃક્ષો નું વાવેતર થાય આવો એક સંદેશો લોકો સુધી પહોંચાડવા નો પ્રયાસ પ્રેરણા ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાય છે


















Recent Comments