સુરત ફાયરબ્રિગેડ રાજ્યનું સૌથી મોટું એરિયલ લેડર ખરીદશે
હાલ સુરત પાલિકા પાસે ૭૦ મીટરની ઊંચાઇવાળુ એરિયલ લેડર છે. જ્યારે અમદાવાદ અને રાજકોટ પાલિકા દ્વારા હાલમાં જ ૮૧ મીટરની ઉંચાઈ વાળું એરિયલ લેડરની ખરીદી કરાઇ છે. જાે કે હવે સમગ્ર રાજ્યમાં સુરત જ એકમાત્ર મહાનગર પાલિકા બનશે કે જેની પાસે ૯૦ મીટરના એરિયલ લેડર પ્લેટફોર્મની સુવિધા ઉપલબ્ધ હશે.સુરત મનપાના ફાયર વિભાગ માટે રાજ્યનું પ્રથમ ૯૦ મીટરની હાઇટ ધરાવતા એરિયલ લેડર પ્લેટફોર્મની ખરીદી માટે રૂા. ૧૭.૫૧ કરોડનું ટેન્ડર મંજૂર કરવા સ્ટેન્ડિંગ સમક્ષ દરખાસ્ત રજૂ કરાઇ છે. આ એરિયલ લેડર પ્લેટફોર્મથી હાઇરાઇઝ બિલ્ડીંગો, ટેક્સટાઇલ માર્કેટો, ઔદ્યોગિક સંકુલોના હોનારતમાં ઉપયોગમાં લઇ શકાશે. જેમાં ૯૦ મીટર સુધીની ઉંચાઇ ધરાવતી આ લેડર આગમાં વ્યકિતઓની બચાવ કામગીરી તેમજ ફાયર ફાઇટીંગમાં ઉપયોગી નિવડશે. સ્ટેન્ડીંગમાં સૈદ્ધાંતિક મંજુરી મળ્યા બાદ આગામી દોઢેક વર્ષમાં ફાયર વિભાગ પાસે આ સુવિધા ઉપલબ્ધ થશે.
Recent Comments