ગુજરાત

સુરત-બાંદ્રા ઈન્ટરસિટી ટ્રેનમાં ૧૦ જૂગારી ૩૨હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા

કોરોના મહામારી બાદ જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. ટ્રેનો તેની રફતાર પકડી રહી છે. રેલવે એલસીબીની ટીમે સુરત-બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનના લગેજ કોચમાંથી અંદર-બહારનો જુગાર રમતી ૩ મહિલા સહિત ૧૦ ઇસમોને બીલીમોરા રેલવે સ્ટેશથી ઝડપી પાડયા હતા. ૧૦ શખ્સો પાસેથી રોકડા રૂ ૨૫ હજાર ૧૭૦ અને ૫ મોબાઈલ મળી ૩૨ હજાર ૧૭૦નો મુદ્દામાલ કબ્જે કરી વલસાડ જીઆરપી મથકે એફઆઈઆર નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રેલ્વે એલસીબીની ટીમ વલસાડ જીઆરબી પોલીસ મથક વિસ્તારમાં ટ્રેનમાં રમતો જુગાર સંબંધિત પ્રવૃતિઓ થતી અટકાવવા માટે ટ્રેનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન સુરત-બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનના એન્જિન પછીના લગેજ કોચમાં કેટલાક ઇસમો ગંજી પત્તા વડે અંદર બહારનો હાર જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી રેલ્વે એલસીબીના જવાનોને મળી હતી. જેના આધારે લગેજ કોચમાં સુરત રેલવે એલસીબીની ટીમે ચેક કરતાં ત્રણ મહિલા સહિત કુલ ૧૦ ઇસમોને હાર જીતનો અંદર બહારનો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા.

રેલવે એલસીબીની ટીમે જીઆરપીની મહિલા પોલીસ જવાનોની મદદ મેળવી ૩ મહિલા સહિત ૧૦ શકુનીઓની ધરપકડ કરી હતી. એલસીબીની ટીમે ચેક કરતા ૨૫ હજાર ૧૭૦ રૂપિયા રોકડા અને ૫ મોબાઇલ મળી કુલ રૂપિયા ૩૨ હજાર ૧૭૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વલસાડ જીઆરપી મથકે ઝડપાયેલા આરોપીઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ એફઆઈઆર નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.બીલીમોરા રેલ્વે સ્ટેશન પર સુરત-બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનમાં અંદર-બારનો હાર જીતનો જુગાર રમતી ૩ મહિલા સહિત ૧૦ ઇસમોને રેલ્વે એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ રૂ. ૩૨ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, તેમજ આ અંગે વલસાડ જીઆરપી મથકે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

Related Posts