fbpx
ગુજરાત

સુરત મનપાની મનમાનીઃ કોવિડ વૅક્સિન નહીં લેવા પર ૧૦૦૦નો દંડ ફટકાર્યો

શહેરમાં જેમ-જેમ કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, તેમ-તેમ સુરત મહાનગર પાલિકા પોતાની મનમરજી મુજબ નિયમો લાવીને લોકો પર થોપી રહી છે. હકીકતમાં દેશભરમાં વૅક્સિન લગાવવા માટે દરેક રાજ્ય પોતાની રીતે જાગરુક્તા અભિયાન ચલાવી રહી છે, પરંતુ સુરત મહાનગર પાલિકા જાગરુક્તા અભિયાનની સાથે દાદાગિરી પણ કરી રહી છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, લોકોને પરાણે વૅક્સિન લેવા માટે મજબૂર કરાવાઈ રહ્યા છે અને વૅક્સિન ના લેવા પર તેમની પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ૪૫ વર્ષના દિલીપ દુબે શહેરના અડાજણ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ૨ એપ્રિલે સુરત કોર્પોરેશનના કેટલાક લોકો તેમની દુકાનમાં આવ્યા અને પાન પાર્લરમાં કામ કરતા કર્મચારી પંકજ દૂબેને ૧૦૦૦ રૂપિયાના દંડની રિસિપ્ટ પકડાવી દીધી.

પંકજે જ્યારે પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું કે, દિલીપ દુબેએ હજુ સુધી કોરોના વિરોધી રસી લધી નથી. આથી આ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જ્યારે દિલીપ દૂબેને દંડની જાણ થઈ, ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા કે આ નવો નિયમ ક્યારથી લાગૂ થઈ ગયો.

Follow Me:

Related Posts