fbpx
ગુજરાત

સુરત મનપામાં વિપક્ષ નેતા ત્રણ માંગોને લઇ ઉપવાસ પર ઊતર્યા

સુરત મહાનગરપાલિકામાં સામાન્ય સભા ઓફલાઈન રાખવાની માગ સાથે પાણીના બીલ અને ટેક્સટાઈલ માર્કેટમાં અપાયેલી સસ્તી જગ્યા સહિતના કુલ ૩ મુદ્દે વિરોધ પક્ષ દ્વારા શાસકોનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ અગાઉ પાલિકામાં હોબાળો મચાવનારા વિરોધ પક્ષના કાઉન્સિલરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગતરોજ તમામને જામીન પર મુક્ત કરવામાં આવ્યાં હતાં. જાે કે ૩ માગોને લઈને વિરોધ પક્ષના નેતા ઉપવાસ પર યથાવત રહ્યાં છે. વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ આજે આપના કાર્યાલય ખાતે ઉપવાસ યથાવત રાખતા તેમની સાથે અન્ય કાઉન્સિલરો પણ જાેડાયા છે.


આપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્રજાલક્ષી મુદ્દાઓને ધ્યાનમાં લેવાના બદલે, ગંભીરતાથી વિચારવાના બદલે સુરત કોર્પોરેશનના તઘલખી શાસકો દ્વારા પોતાના મળતીયાઓને ફાયદો થાય અને જનતા પાણીના બીલ ભરી ભરીને પાયમાલ થઈ જાય એવા તઘલખી ર્નિણય લેવામાં આવ્યા છે. જેના વિરોધમાં ડેપ્યુટી મેયરની ચેમ્બરમાં પાસેથી ઉપવાસ ઉપર બેસવાની જે ૩૦મીના રોજ વિપક્ષના પ્રતિનીઘી ઘમેઁશ ભંડેરી દ્વારા જાહેરાત કરવામાં આવેલી તે જાહેરાતને યથાયત છે, ધર્મેશ ભંડેરીની સાથે ઉપવાસમાં વોર્ડ નં.૩ના નગરસેવક કનુભાઇ ગેડીયા , વોર્ડ નં.૪ ના નગરસેવક ધર્મેન્દ્રભાઇ વાવલીયા અને કાર્યકર્તાઓ પણ કાર્યાલય ખાતે ઉપવાસમાં જાેડાયા છે. યોગ્ય નિરાકરણ ન આવે તો જલદ કાર્યક્રમની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Follow Me:

Related Posts