ગુજરાત

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૨૦ની પેટાચૂંટણી માટે મતદાનભાજપના કોર્પોરેટર જયેશ જરીવાલાનું અવસાન થતા આ બેઠક ખાલી પડી હતી

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૨૦ની પેટાચૂંટણી મતદાન ચાલી રહ્યું છે. ભાજપના કોર્પોરેટર જયેશ જરીવાલાનું અવસાન થતા આ બેઠક ખાલી પડી છે. ખાલી બેઠક પર મતદાન પ્રક્રિયા શરૂ થતાની સાથે સવારથી જ મતદારો ધીરે-ધીરે મતદાન ઉપર પહોંચી રહ્યા છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે. તો વોર્ડ નંબર-૨૦માં રહેતા ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. એક બેઠક માટે ૨૦ કરતાં વધારે અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતાર્યા છે. ત્રણે રાજકીય પાર્ટી દ્વારા છેલ્લા ૧૫ દિવસથી સમગ્ર વિસ્તારમાં સખત પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો હતો. આજે બંને પક્ષના ઉમેદવારોએ મતદાન કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોર્પોરેશનના વોર્ડ નંબર ૨૦ ખટોદરા-મજુરા-સંગ્રામપુરામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. વહીવટી તંત્ર દ્વારા કુલ ૩૫ બિલ્ડિંગમાં ૧૧૦ મતદાન મથકો બનાવાયા છે. વોર્ડ નંબર ૨૦માં કુલ ૧.૧૪ લાખ મતદારો છે. મતદાન માટે ૧૧૦ કંટ્રોલ યુનિટ અને ૨૨૦ બેલેટ યુનિટ ગોઠવી દેવાયા છે. ૨૦ ઈફસ્ યુનિટ સ્ટેન્ડબાય રખાયા છે. ૧૨ બુથને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. તમામ મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts