સુરત મહાનગર પાલિકા અને યુનિવર્સલ ફાઉન્ડેશન નું સ્વચ્છતા ત્યાં પ્રભુતા ક્લીન ઇન્ડિયા અંતર્ગત તાલીમ નું આયોજન
રત મહાનગર પાલિકા અને યુનિવર્સલ ફાઉન્ડેશન.સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ વિધાનને સાકાર કરવા તા.૧૩ ઓક્ટોબરના રોજ સુરત મહાનગર પાલિકા તથા સ્વચ્છ ચેમ્પિયન યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા SBM અર્બન ગુજરાત (સ્વચ્છ ભારત મિશન) ક્લીન ઇન્ડીયા અંતર્ગત સુરત માં કપિલેશ્વર મહાદેવ મંદિર મોટોવરાછા ખાતે એક તાલીમ નુ આયોજન થયુ જેમાં ગ્રામજનો ને સ્વચ્છતા અંગે કચરાના વર્ગીકરણમાં સુકા ભિના કચરા વિશે તાલીમ આપવામાં આવી જેમાં મ.ન.પા તરફથી મોટાવરાછા ઝોન બી નાં એસ.આઇ ડી.બી ભટ્ટ સાહેબ,તેમની ટીમ અને મોટાવરાછા વિસ્તારમાં મહાદેવ ચોક, રામચોક તથા મહાદેવ મંદિર મોટાવારાછા તથા અલગ અલગ વિસ્તાર થી ૩૦૦ જેટલા લોકો હાજર રહ્યા અને આ તાલિમમાં ભાગ લીધો જેમા IEC (ઇમ્ફર્મેશન,એજ્યુકેશન અને કોમ્યુનિકેશન) પ્રોગ્રામ થી યુનિવર્સલ ફાઉન્ડેશન ના અધ્યક્ષ પ્રકાશકુમાર વેકરીયા દ્વારા આ તમામ લોકોને સંકલન કરી સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવાના પ્રબળ પ્રયાસો કરવામાં આવ્યા અને જાગૃત લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે સજ્જડ રીતે તાલીમ આપી સમજુતી આપવામાં આવી.
આ અગાઉ પણ વર્ષ ૨૦૨૦ માં પ્રકાશકુમાર વેકરીયા ૧.૭ લાખ લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડી સ્વચ્છ સુરત ને સ્વચ્છતા અંગે દ્રીતિય સ્થાન મળ્યાના સહયોગી બન્યા હતા અને કોરોના કાળ દરમિયાન ૭૪ હજાર થી વધુ લોકોને કોરોના રસીકરણ માં જોડવાના સહયોગી બન્યા હતા. સામાજીક સૈનિક તરીકે પ્રકાશકુમાર વેકરીયા રાષ્ટ્રસેવા અર્થે સંસ્થાના સંસ્થાપક પછી પણ સુરત સિવીલ ડિફેન્સ માં અમરોલી ડિવીઝનલ વોર્ડન અને ગુજરાત ડિઝાસ્ટરમાં પણ સેવા આપી રહ્યા છે. આ રીતે જો સમાજના થોડા જાગૃત નાગરીકો પણ પોતાની રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરતા રહેશે તો રાષ્ટ્ર સફાઇ અભિયાન થી સ્વચ્છતા ત્યાં પ્રભુતા સુત્ર સાકાર થશે.
Recent Comments