સુરત માં કોરોના નું સંક્રમણ અટકાવવા પાલિકા દ્વારા વેક્સિનેશન અને ટેસ્ટિંગ માં વધારો કરવામાં આવ્યો
સુરત માં શાળાઓ ખુલતાં વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ વધારી દેવાયા છે અને વેક્સીનેસન ના સેન્ટરો માં પણ વધારો કરવામાં આવ્યો છે. તેહ્વારો બાદ નવા કેસ નોંધાતા કોરોના કેસનો આંકડો વધીને ૧,૪૪,૦૨૧ થયો છે. બીજા ડોઝ માટે રસીકરણની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. રસીકરણ લક્ષ્યાંક પૂર્ણ કરવા તેમજ બીજાે ડોઝ લેવાના બાકી છ લાખ લોકોને પ્રોત્સાહિત કરવા સુરત મહાનગરપાલિકાએ અમદાવાદની એનજીઓના સથવારે વેક્સિનનો બીજાે ડોઝ લેનારને એક લિટર તેલ વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી હતી. આજે કુલ ૧૮૦ સેન્ટર પર રસીકરણ ચાલી રહ્યું છે.
સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૪૪૦૨૧ થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક ૨૧૧૬ થયો છે. ગત રોજ શહેરમાંથી ૯ અને જિલ્લામાંથી ૩ મળી ૧૨ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં ૧૪૧૮૮૩ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ૨૨ થઈ છે.
જયારે સુરત શહેરમાં ૩૭.૩૪ લાખે પ્રથમ ડોઝ લઇ લીધો છે. ૨૪ લાખને બીજાે ડોઝ અપાયો છે. જાેકે બીજા ડોઝ માટે લાયક છતાં રસીથી વંચિત ૬.૨૨ લાખ લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા બીજાે ડોઝ લે તો ૧ લિટર તેલના પાઉચનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાલિકાએ બીજા ડોઝ માટે વંચિત ૬.૨૨ લાખ લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા જાહેર કરેલી તેલ ફ્રીની સ્કીમને પગલે કુલ ૮૨ રસી કેન્દ્રો જાહેર કરવામાં આવ્યા છે. ગત રોજથી શરૂઆતથી ૨૦ હજારથી વધુ લોકોને બીજાે ડોઝ આપવામાં આવ્યો હતો
Recent Comments