fbpx
ગુજરાત

સુરત માં પોક્સો કેસોની ખાસ અદાલતે દોષી ઠેરવી આરોપીને ૨૦ વર્ષની અને સહઆરોપીને ૫ વર્ષની સજા

સુરતમાં એક વર્ષ પહેલાં ૧૨ વર્ષીય બાળાને લગ્ની લાલચે ભગાડી દુષ્કર્મ કરનાર મુખ્ય આરોપી તેમજ સહઆરોપીને પોક્સો કેસોની ખાસ અદાલતે દોષી ઠેરવી સજા સંભળાવી હતી. મુખ્ય આરોપીને પોક્સો એક્ટના ભંગ બદલ ૨૦ વર્ષની સખ્ત કેદ, ૨૫ હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા જ્યારે સહ આરોપીને છેડતી બદલ ૫ વર્ષની સખ્ત કેદ , રૂ.૫ હજાર દંડ , ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારી છે.

બાળકીને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ ૩ લાખનું વળતર આપવા નિર્દેશ આપ્યો છે. ૧૨ વર્ષની બાળકીને મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો વતની ૨૧ વર્ષીય મુખ્ય આરોપી મનોજ રામભાઈ શાહુ તારીખ ૧૧ માર્ચ, ૨૦૨૦ ના રોજ લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો. તેણે વિવિધ જગ્યા પર બળાત્કાર ગુજાર્યો. જ્યારે મૂળ મહેસાણા જિલ્લાના વીસનગર તાલુકાના વિજાપુરના વતની ૨૪ વર્ષીય સહ આરોપી સચીન કુમુદ પારેખે મુખ્ય આરોપી મનોજ શાહુની ગેરહાજરીમાં બાળાને ઇચ્છા વિરુધ્ધ અણછાજતો સ્પર્શ કરીને જાતીય હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીની માતા – પિતાની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીની અપહરણ , દુષ્કર્મ તથા પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી હતી . ખાસ અદાલતમાં સ્પીડી ટ્રાયલમાં બચાવપક્ષે મુખ્યત્વે ફરિયાદીએ બે દિવસ બાદ કરેલી હોઈ મોડી ફરિયાદ બાબતે શંકા ઉઠાવી હતી. પીડિતાની ઉંમર ૧૨ વર્ષની હોવા છતાં આરોપી મનોજ શાહુએ એકથી વધુ વાર શરીરસંબધ બાંધ્યાનું પુરવાર થયું હતું.

જેથી કોર્ટે કાયદામાં જણાવેલી ઓછામાં ઓછી ૨૦ વર્ષની સજા કરતાં ઓછી સજા કરવાનું કોઈ કારણ અદાલત પાસે ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું હતુ. અને બંને આરોપીઓને ઉપરોક્ત અલગ અલગ ગુનામાં દોષી ઠેરવી કેદ તથા દંડની સજા ફટકારી ભોગ બનનારને વળતર ચુકવવા હુકમ કર્યો હતો. ફરીયાદી તથા આરોપીઓ એકબીજાના ઓળખતા ફરિયાદીએ પોતાનો આર્થિક હેતુ પાર પાડવા પોક્સો કેસમાં ભોગ બનનારને સરકાર તરફથી વળતર મેળવવા હાલની ખોટી ફરિયાદ નોંધાવી હોવાનો બચાવ લીધો હતો. જેના વિરોધમાં એપીપી વિશાલ ફળદુએ કુલ ૫૮ જેટલા પંચસાક્ષીઓ તથા ૨૦ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.

Follow Me:

Related Posts