fbpx
ગુજરાત

સુરત માં બ્રોકરને ધમકી આપનારો ટપોરી સજ્જુ કોઠારી નાગપુરથી પકડાયો

સુરત માં બ્રોકર ને ધમકી અપનાર સજ્જુ કોઠારી ઝડપાયો સજ્જુ કોઠારી નાગપુર થી ક્રાઇમ બ્રાન્ચ ના હાથે ઝડપાયો સજ્જુ કોઠારી વોન્ટેડ હતો

મુંબઈના ગેંગસ્ટરોની સ્ટાઇલમાં નાનપુરાના માથાભારે સજ્જુ કોઠારીએ જમીનદલાલને મારી નાખવાની ધમકી આપી હતી. આ કેસમાં ક્રાઇમબ્રાંચે માથાભારે સજ્જુ કોઠારીને નાગપુરની હોટેલમાંથી પકડી પાડયો છે. જમીનદલાલને માથાભારેએ ધમકી આપી કે 48 કલાકમાં તને પુરો કરી નાખીશ, હું વોન્ટેડ છું તો પણ તારી સામે બેઠો છું, હવેથી તુ એકલો ફરતો નહિ, તારે જીવવું હોય તો આઠ માણસો સાથે લઈને ફર, આવી ધમકી આપી માર માર્યો હતો. જેના કારણે મામલો અઠવાલાઇન્સ પોલીસમાં ગયો હતો.ગુનો દાખલ થતાની સાથે સજ્જુ કોઠારી કારમાં નાગપુર ભાગી ગયો હતો અને ત્યાં હોટેલમાં રોકાયો હતો. જો કે નાગપુરમાં જે હોટેલમાં રોકાયો હતો ત્યાં રહેવાની સગવડ કોણે કરી આપી તેની તપાસ કરાશે.

અડાજણ પાટિયા ન્યુ ગોરાટ રોડ પર અલફે શાની ટાવરમાં રહેતા અને જમીન દલાલી કરતા 44 વર્ષીય ઈમ્તીયાઝ ઈકબાલ બચાવએ બિલ્ડર ઈરફાન ચામડિયા અને મકસુદ ગોડિલને ન્યુ ગોરાટ રોડ ખાતે જમીન અપાવી હતી. આ જમીન બાબતે બિલ્ડરે દલાલને ગત મંગળવારે સાંજે કોલ કરી સજ્જુ કોઠારીના ઘરે જવાનું કહ્યું હતું…આથી જમીનની ડીલ બાબતે નાનપુરા જમરૂખ ગલીમાં માથાભારે સજ્જુ કોઠારીની ઓફિસે મિટિંગ કરવા બન્ને બિલ્ડરો સાથે જમીન દલાલ ગયો હતો. જમરૂખગલીના આખા મહોલ્લામાં સીસીટીવી કેમેરા મુકેલા છે જેથી પોલીસ આવી હોય તો પણ તેના પન્ટરો એલર્ટ કરી દેતા હોવાની વાત છે

Follow Me:

Related Posts