ગુજરાત

સુરત મા અનેક મોબાઈલ સ્નેચિંગ ના ગુના ને અંજામ આપનાર આરોપી નંદુરબાર થી ઝડપાયો

સુરત માં મોબાઈલ ચોર બે ફામ બન્યા છે ..રસ્તા પર મોબાઈલ ફોન ક વાત કરતા રાહદારીઓ નીકળે તો તેમનો ફોન ક્યારે સ્નેચિંગ થઈ જાય તેવો ખોફ લોકો માં ફેલાયો ચજે..સુરત પોલીસ ને ચેલેન્જ આપતા હોય તેમ મોબાઈલ સ્નેચરો ને ફામ બન્યા છે તેવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગંભીરતા દાખવી મહારાષ્ટ્ર નવાપુર ચોકડી નંદુરબાર પાસે એક આરોપી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે આરોપી અક્ષય શિન્દે ને ઝડપી પાડ્યો હતો. અક્ષય અને તેના સાગરીત ગણેશ વાધે મળી સુરત શહેર વિસ્તારમાં ચેઈન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ, બાઈક લૂંટ જેવા ગંભીર ગુનાઓ આચર્યા હતા. આ ગુનામાં ગણેશ વાઘ પકડાઈ ગયો હતો. જ્યારે અક્ષય પોલીસની નજર ચુકવી નાસતો ફરતો હતો. દરમિયાન ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી પાડ્યો હતો. આરોપી ઉમરા પોલીસમાં 6, અડાજણમાં 5, સરથાણામાં 2 અને ખટોદરામાં 2 તથા જહાંગીરપુરામાં । ગુનોમાં વોન્ટેડ હતો. આ તમામ સ્નેચિંગના 13 અને લૂંટના 2 તથા મોબાઈલ સ્નેચિંગનો 1 મળી 16 ગુનાનો ભેદ ઉકેલાયો હતો

Related Posts