સુરત ના સરથાણા ખાતે આવેલા ક્રિષ્ના પાર્ક સોસાયટી મા એક જ મકાન બે વ્યક્તિઓ ને અલગ અલગ વહેંચી લાખ્ખો રૂપિયા ની ઠગાઈ આચરી હતી…પોતાની બીજી પત્ની અને બીજો દસ્તાવેજ બનાવી ઠગાઈ આચરતા સરથાણા પોલીસ મથક માં ફરિયાદ નોંધાઇ છે.. અમરેલી ના સાવરકુંડલાના વાતની અને હાલ સુરત ના સરથાણા ખાતે આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટી માં માનકાન નંબર 56, 57 માં રહેતા બાવચંદ ભાઈ શેલડીયા બાંધકામ ના વ્યવસાય સાથે સંકળાયેલા છે .. બાવચંદ ભાઈ એ અમારોલી ના સેન્ટસા હાઈટ્સ માં રહેતા તુલસી ભાઈ સાવલિયા પાસે થી બે પ્લોટ લેવાનું નક્કી કર્યું હતું .. તુલસી ભાઈ ના પત્ની નું 2014 માં અવસાન થતાં તેમનું નામ મિલકત માં હતું અને તેમણે તે કમી કરાવ્યું ના હતું .. અને તેમના પુત્રો પુખ્તવય ના થાય ત્યારે દસ્તાવેજ કરી આપવાની બાંહેધરી આપી હતી .. આ દરમ્યાન બાવચંદ ભાઈ અને તેમના ભાગીદારોએ તુલસી ભાઈ ને 5 લાખ બાના પેઠે આપ્યા હતા..અને બીજા 66 લાખ ચૂકવી સાટા ખત બનાવી આપ્યો હતો.. જોકે ત્યાર બાદ બાવચંદ ભાઈ ને ખબર પડી કે પ્લોટ નો સાટા ખત બીજી કોઈ મહિલાના નામે થયો છે .. અને તુલસી ભાઈ એ બને પ્લોટ ના દસ્તાવેજ કરી નાખ્યા હતા .. જેમાં એક દસ્તાવેજ તુલસી ભાઈ ની બીજી પત્ની ના નામે કરી નાખ્યો છે અને બીજો દસ્તાવેજ વિપુલ પટેલ ના નામ નો કરી નાખ્યો છે ..આ બનાવ અંગે બાવચંદ ભાઈ એ સરથાણા પોલીસ મથક માં છેતરપીંડી ની ફરિયાદ નોંધાવી હતી
સુરત મા બે વ્યક્તિ ને એક જ પ્રોપર્ટી વહેંચી 71 લાખ ની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ

Recent Comments