સુરત મ્યુનિ.ની બજેટની પહેલી એવી સામાન્ય બની હતી, જે પેપરલેસ અને ઈ-બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા કોર્પોરેટરોને લેપટોપ આપવામાં આવે છે. તેનો પહેલી વખત એક સાથે બહોળો ઉપયોગ થતો જાેવા મળ્યો હતો. સ્થાયી અધ્યક્ષે જણાવ્યું હતું કે, આ ઈ બજેટના કારણે પર્યાવરણની જાળવણી સાથે આર્થિક બચત પણ છે. આ બજેટમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એનર્જી સેવિંગના લક્ષ્યાંક માટે પહેલી વાર બીઆરટીએસ રૂટ પર સોલાર પેનલ લગાવીને વીજળી પેદા કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે, તેવી જાહેરાત કરવામાં આવી હતી. બીઆરટીએસ રૂટ પર સોલાર સાથે હોર્ડિગ્સ માટે પણ આયોજન કરવામા આવ્યું છે. આ ઉપરાંત આ બજેટમાં ફાયરની કામગીરી વધુ સુદઢ બને તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સાથે જાેડી દેવાની કામગીરી કરવામાં આવશે. હોનારત થાય ત્યારે પાંચથી સાત મીનીટમા દરેક પદાધિકારી, અધિકારીઓ અને જે લોકો કામગીરી માટે જાેડાયા હોય તેવા લોકોને તરત જાણ થાય તે માટે જીઓ મેપીંગ સાથેના મેસેજ મોકલવામા આવશે. આ કામગીરીના કારણે આગ અકસ્માતમાં ઝડપથી કામગીરી થઈ શકશે. આ ઉપરાંત તેઓએ શહેરના મહત્વના રોડ ડામર રોડને બદલે સીસી રોડ બનાવવા માટેની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવશે તેના માટે ૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી હોવાની વાત તેઓએ કરી હતી. ટ્રાફિક સમસ્યા માટે જ્યાં ટ્રાફિક સમસ્યા છે ત્યાં બ્રિજ કે ફ્લાય ઓવર બ્રિજ બનાવીને ટ્રાફિક સમસ્યા નિવારી શકાય કે કેમ ? તે માટે ફીજીબીલીટી માટેની કામગીરી કરવામાં આવશે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને બસમાં ઘણાં ઓછા પૈસામાં લીમીટેડ મુસાફરી માટનો ર્નિણય કર્યો છે તેમ પણ કહ્યું હતું. આ ઉપરાંત તમામ ઝોનમાં ૫૦ બેડની હોસ્પીટલ શરૂ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. આપમાંથી ભાજપમાં જાેડાયેલા ૬ કોર્પોરેટરોની પહેલી સામાન્ય સભા યોજાઈ છે. વિરોધ પક્ષમાં ભંગાણ બાદની બજેટની પહેલી સભા તોફાની બને તેવી ભીતીથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.સુરત મ્યુનિ.ના સૌથી નબળા વિપક્ષ આમ આદમી પાર્ટીના એક સાથે ૬ કોર્પોરટેરો આપ છોડીને ભાજપમાં જાેડયા બાદની આજે પહેલી બજેટની સામાન્ય સભા છે. આ પક્ષ પલ્ટાના કારણે ગિન્નાયેલા વિપક્ષ દ્વારા તોફાન મચાવવામાં આવે તેવી ભીતીના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્તને ગોઠવી દેવામા આવ્યો છે. પાલિકાની સામાન્ય સભા પહેલાં પોલીસ, એસ.આર.પી. અને સિક્યુરીટીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. સભા પહેલાં બન્ને પક્ષના સભ્યોની સંકલન સભા રાખવામાં આવી છે જેમાં ભાજપની સંકલનમાં આપમાંથી ભાજપમાં જાેડાયેલા ૬ કોર્પોરટેરોની હાજરી જાેવા મળી હતી.
Recent Comments