સુરત યુનિવર્સીટીની સમરસ હોસ્ટેલમાં સામાન્ય બાબતમાં આદિવાસી વિદ્યાર્થીઓને માર મરાયો
સુરત યુનિવર્સીટીની સમરસ હોસ્ટેલમાં દાળનો સ્વાદ પસંદ ન આવવાની સામાન્ય બાબતમાં થયેલી ત્રણ વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના સામે આવી છે. આદિવાસી વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. આદિવાસી વિદ્યાર્થીઓ હુમલાની ઘટના બાબતે પોલીસ(જીેટ્ઠિં ર્ઁઙ્મૈષ્ઠી)ને ફરિયાદ કરવા વેસુ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ મામલો આગામી સમયમાં વિવાદનું સ્વરૂપ ધારણ કરી શકે છે. ઘટનામાં હજુ સુધી કોઈ ધરપકડના કે કાર્યવાહીના અહેવાલ સાંપડ્યા નથી કે પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી..
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સુરત યુનિવર્સીટી હોસ્ટેલમાં આદિવાસી વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે. આદિવાસી વિદ્યાર્થીઓ મારામારીની ફરિયાદ સાથે વેસુ પોલીસ પાસે પહોંચ્યા હતા. સુરત યુનિવર્સીટીની સમરસ હોસ્ટેલની કેન્ટીનમાં તીખી- મીઠી દાળ મુદ્દે ૩ વિદ્યાર્થી પર હુમલો થયો હતો. માત્ર દાળનો સ્વાદ પસંદ ન આવવાની તકરારમાં મારમારીનો મામલો હાલ તંત્રના ગળે ઉતરી રહ્યો નથી. મારામારીની ઘટનામાં જે વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી તેઓને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા. મોડી સાંજે આદીવાસીઓ એકઠા થઇને વેસુ પોલીસ મથકે રજુઆત પણ કરી હતી. હુમલો કરનારા વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધવા માંગણી પણ કરવામાં આવી હતી.
Recent Comments