fbpx
ગુજરાત

સુરત રેલવે પોલીસ દ્વારા 5 બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી, ગેરકાયદેસર રીતે રહેતા હતા

સુરત રેલવે સ્ટેશન પરથી પાંચ બાંગ્લાદેશીઓની રેલવે પોલીસે ધરપકડ કરી છે. તેઓ છેલ્લા ઘણા સમય થી સુરત જિલ્લાના સાયણ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા હતા. આ તમામ આરોપીઓ મૂળ બાંગ્લાદેશનાં નરેલ જિલ્લાના છે. જેઓ બોગસ દસ્તાવેજના આધારે સુરતમાં રહેતા હતા… છેલ્લા ઘણા સમય થી સુરત જિલ્લાના સાયણ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા હતા. સુરત રેલવે પોલીસે જણાવ્યું હતું કે 25 એપ્રિલે મહિલા પોલીસ પ્લેટફોર્મ ઉપર પેટ્રોલિંગકરી રહ્યા હતા. દરમિયાન સવારે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર બે પુરુષ અને ત્રણ મહિલા શંકાસ્પદ મળી આવ્યા હતા. પોલીસ સ્ટાફે તેને રોકીને પૂછપરછ કરી હતી જેમાં તેઓને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. પોલીસે તેમને પોલીસ મથક લાવીને સઘન પૂછપરછ શરૂ કરી હતી .જેમાં તેમણે પોતાના નામ 26 વર્ષીય પરવેઝ આયબા મિર્ઝા, 20 નયોન રૂત્રા મોસીર મૌલા, 18 વર્ષીય બિસ્તી અખ્તર, 19 વર્ષીય ફતેમાં ખાતુન અને 20 વર્ષોય ફરઝાનની ધરપકડ કરી છે. આ તમામ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા સાયણ ત્રણ રસ્તા નજીક વસવાટ ગેરકાયદેસર કરતા હતા. આ તમામ આરોપીઓ મૂળ બાંગ્લાદેશનાં નરેલ જિલ્લાના છે. જેઓ બોગસ દસ્તાવેજના આધારે સુરતમાં રહેતા હતા.  આ તમામ આરોપીઓ મૂળ બાંગ્લાદેશનાં નરેલ જિલ્લાના છે. રેલવે પોલીસે બારડોલી ઉપલી બજારમાં રહેતા ઝાબીર ફિરોઝ પટેલ નામના અન્ય એક વ્યક્તિએ નાગરિકોને બનાવટી રીતે આધાર કાર્ડના દસ્તાવેજ બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં બનાવટી દસ્તાવેજો તૈયાર કરનાર ચાર લોકોને ફરાર જાહેર કરાયા છે.

Follow Me:

Related Posts