ગુજરાત

સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સિમેન્ટના ગોડાઉનમાંથી યુવાનની હત્યા કરાયેલી લાશ મળી

સુરતના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલી સિમેન્ટના ગોડાઉનમાંથી હત્યા કરી સંતાડી દેવાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. યુવાનની ગળાં પર કપડું વિંટાળીને હત્યા કરવામાં આવી હોવાની શક્યતા છે.

પોલીસે મરનાર ની ઓળખ અને હત્યા પાછળના કારણો જાણવા ઇન્ફોમરો ને કામે લગાડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી આરોપીને શોધવાની તાજવીજ પણ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.

હાલ સૂત્રોના જણાવ્યું અનુસાર મૃતક ની હત્યા બાદ લાશ ને સગેવગે કરવાના ઇરાદે સરકારી સિમેન્ટના ગોડાઉનમાં સિમેન્ટના ઢગલાઓ વચ્ચે સંતાડી દેવાય હોય એવું અનુમાન છે. એટલું જ નહીં પણ મરનાર મજૂર હોવાની શક્યતા દેખાય રહી છે. જાેકે પોલીસનું માનવું છે કે મરનારની કેટલીક કડીઓ મળી ગઈ છે એટલે તેની ઓળખ થયા બાદ લગભગ હત્યાનો ગુનો ડિટેક્ટ કરવામાં સરળતા રહેશે.

Related Posts