સુરત શહેરના પાંડેસરા વિસ્તારમા ૧૭ વર્ષ તરુણીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પ્રેમ પ્રકરણ માં ૧૭ વર્ષીય કિશોરીએ આપઘાત છે. બેન્ક લોન આપનાર કર્મચારીએ કિશોરીને પ્રેમ પ્રકરણમાં ફસાવી હતી. લોનના કામકાજ માટે આવનાર યુવક ગૌરવ રાજપૂતે મરવા મજબુર કરી હોવાનો આરોપ પરિવારે કર્યો છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમા ૧૭ વર્ષ તરુણીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરતા પહેલા તરુણીએ તેના પ્રેમીને ફોટો મોકલી આત્મહત્યા કરે છે તેઓ મેસેજ કર્યો હતો. જેથી પ્રેમી તાત્કાલિક પ્રેમિકાના ઘરે દોડી આવ્યો હતો.
જ્યારે તરુણીને લટકેલી હાલતમાં જાેઈ પ્રેમી તરુણીને નીચે ઉતારી નવી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. જ્યારે તબીબોએ તરુણીને મૃતક જાહેર કરતા પ્રેમી તરુણિના મૃતદેહ ને છોડીને ભાગી ગયો હતો. ઘટનાને લઈ તરુણીના પરિવારજનો નવી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યારે તરુણીને મૃતક હાલતમાં જાેઈ ચોકી ઉઠ્યા હતા. પરિવારે તરુણીના પ્રેમી પર આક્ષેપો કર્યા છે કે લોન ના કામકાજ માટે આવનાર યુવક ગૌરવ રાજપૂતે મરવા મજબુર કરી છે.આરોપી ની ધરપકડ નહીં થાય ત્યાં સુધી લાસ નહીં સ્વીકારવાનો પરિવારનો ઇન્કાર કર્યો હતો. પોલીસે યોગ્ય દિશામાં તપાસ કરવા આશ્વાસન આપતા પરિવારજનો તરુણીના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ ગયા હતા. તરુણિની માતાએ બેંકમાં લોન લીધી હતી.
જ્યારે બેન્કના લોનના હપ્તા લેવા માટે ગૌરવ રાજપૂત નામનો યુવક તરુણીના ઘરે બેંકના હપ્તા લેવા આવતો હતો. ત્યારે યુવક અને તરૂણી વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો. પ્રેમ સંબધ વિશે તરુણીના પરિવારને જાણ થતા. બેંકના હપ્તો લેવા આવતા પ્રેમી ગોરખ રાજપૂતને ઘરે આવવા માટે મનાઈ કરી દીધી હતી. અને તેમની દીકરીને પ્રેમી સાથે કોઈ સંબંધ નહીં રાખવા જણાવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી પ્રેમી અને તરુણી સંપર્કમાં આવી શક્યા. ગતરોજ તરુણીની માતા અનનું સિંહ મંદિરે દર્શને ગયા હતા અને પિતા નોકરી હતા દરમિયાન એકાલતાનો લાભ લઈ તરુણીએ પ્રેમીને મોબાઈલ પર ફોટો મોકલી આત્મહત્યા કરું છું તેઓ મેસેજ મોકલ્યો હતો. મેસેજ સાંભળવાની સાથે પ્રેમી દોડીને તરુણીના ઘરે આવી પહોંચ્યો હતો.
જ્યારે તરુણી ગળેફાસો ખાઈ લટકેલી હાલતમાં જાેવા મળી હતી. પ્રેમી તાત્કાલિક તરુણીની નીચે ઉતારી નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો. જ્યાં ફરજ પર ના હાજર તબીબોએ તરુણીને મૂર્તક જાહેર કરતા પ્રેમી તરુણીના મૃતદેહ હોસ્પિટલમાં છોડીને ફરાર થઈ ગયો હતો. હાલ તો સમગ્ર મામલે તરુણીના પરિવાર પ્રેમી દ્વારા તરુણીને ત્રાસ આપવામાં આવતી હોવાનો આરોપ કરી રહ્યો છે. પ્રેમીને તાત્કાલિક ધરપકડ કરી તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે પાંડેસરા પોલીસે તરુણીના મૂર્તદેહને પીએમ અર્થ મોકલી પ્રેમીની શોધખોળ હાથ ધરી છે.
Recent Comments