ગુજરાત

સુરત શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યોઝાડા ઉલ્ટીના કારણે એક મહિલાનું મોત

ગુજરાતના મોટાભાગના શહેરો રોગચાળાના ભરડામાં છે. તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો જાણે દર્દીઓથી ઉભરાઇ છે. સુરતમાં રોગચાળો જીવલેણ બન્યો છે. સુરત શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જેના કારણે શહેરમાં રોગચાળાથી અત્યાર સુધીમાં ૩૬ લોકોના મોત થયા છે. સુરતમાં ઝાડા ઉલ્ટીના કારણે એક મહિલાનું મોત થયુ છે. પાંડેસરામાં રહેતી મહિલાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ છે. ગઇકાલે પણ એક વૃદ્ધાનું તાવ આવ્યા બાદ મોત થયુ હતુ. છેલ્લા બે મહિનાથી સુરતમાં લોકોના રોગચાળાથી મોત થઈ રહ્યા હોવાનું સામે આવ્યુ છે. ઓગસ્ટ મહિનામાં હોસ્પિટલ દર્દીઓથી ઉભરાતી જાેવા મળી રહી છે. ૧૫ દિવસમાં ડેન્ગ્યૂના ૨૪થી વધુ કેસ નોંધાયા છે. સુરતમાં મહાનગરપાલિકાના રોગચાળાને નાથવાની કામગીરીના દાવા પોકળ સાબીત થઇ રહ્યા છે.

Related Posts