ગુજરાત

સુરત શહેરમાં ૮ નવા કેસ નોંધાતા ખળભળાટ

સુરત શહેરમાં વધુ ૦૮ અને જિલ્લામાં ૦૦ કેસ સાથે કુલ ૦૮ નવા કેસ સામે આવ્યાં છે.આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧,૪૪,૧૪૦ થઈ છે. શહેર જિલ્લામાં એક પણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. જ્યારે શહેરમાંથી ૦૮ દર્દીઓ અને જિલ્લામાંથી ૦૧ દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને ૧,૪૧,૯૬૮ થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૫૫ થઈ છે. પાલિકા દ્વારા તમામ લોકોને રસી મળી રહે તે માટે પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યાં છે. આજે પાલિકા દ્વારા રસીકરણના પ્રથમ ડોઝ માટે ૪૮ સેન્ટર અને બીજા ડોઝ માટે ૫૯ સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જ્યારે વિદેશ જવા ઈચ્છતા લોકો માટે ૨ સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. આ સાથે જ કોવેક્સિન રસી માટે ૯ સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જેથી કુલ આજે ૧૧૫ સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છેસુરત સિટીમાં રવિવારે નવા ૮ કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. જેથી પોઝિટિવ કેસનો આંક ૧,૪૪,૧૪૦ પર પહોંચી ગયો છે. ઓમિક્રોનની દહેશતને પગલે સિવિલ-સ્મીમેરમાં ૧૪૦ બેડના અલાયદા ઓમિક્રોન વોર્ડ શરૂ કરનાર પાલિકાએ છેલ્લા ૧૦ દિવસમાં જ ૯૦ હજાર ટેસ્ટિંગ કર્યાં છે. પાલિકા દ્વારા સંક્રમણ અટકાવવા નવા નવા પગલા લેવામાં આવી રહ્યાં છે.વેક્સિનેશનની કામગીરી પણ આગળ વધારતાં આજે ૧૧૮ સેન્ટર પર રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Related Posts