સરકાર દ્વારા અદાણી જૂથમાં એલઆઈસી અને એસબીઆઈ જેવી સરકારી સંસ્થાઓના અત્યંત જાેખમી વ્યવહારો અને રોકાણોએ, એલઆઈસીના ૨૯ કરોડ પોલિસી ધારકો અને એસબીઆઈના ૪૫ કરોડ ખાતાધારકો પર પ્રતિકૂળ અસર કરી છે.ત્યારે અદાણી વિવાદમાં એલઆઈસીને નુકસાન થયુ હોવાની વાતે કોંગ્રેસ દ્વારા રોકાણકારોના રૂપિયાને લઈને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં એલ.આઈ.સી.દ્વારા અદાણી જૂથમાં જંગી રોકાણથી એલઆઈસીને રૂપિયા ૩૩૦૬૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
જયારે એસબીઆઈ અને અન્ય ભારતીય બેંકોએ અદાણી જૂથને મોટી રકમની લોન આપી છે. જયારે અદાણી ગ્રુપ પર ભારતીય બેંકોના લગભગ ૮૦ હજાર કરોડનું દેવું છે. કોંગ્રેસ પાર્ટી તરફથી કહેવાયું કે, અમે ક્યારેય કોઈ ખાસ ભારતીય કોર્પોરેટ હાઉસની વિરુદ્ધ નથી રહ્યાં, અમે ક્રોની કેપિટાલાસિમની વિરુદ્ધ છીએ અને પસંદ કરેલા અબજાેપતિઓને લાભ આપવા માટેના નિયમો બદલવાના વિચારની વિરુદ્ધ છીએ. કોંગ્રેસ પક્ષ હંમેશા ગરીબ અને સામાન્ય માણસની પડખે ઊભો રહ્યો છે અને રહેશે.
કોંગ્રેસના નેતા ભુપેન્દ્ર સોલંકી જણાવ્યું કે, સરકાર પોતાના માન્યતા ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે દેશને આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે. કોંગ્રેસ કરોડો ભારતીયોના મહેનતની કમાણી કરેલી બચતને જાેખમમાં મૂકીને બજાર મૂલ્ય ગુમાવતી કંપનીઓમાં રોકાણના મુદ્દા પર ચર્ચા શરૂ કરવા માટે સંસદમાં લડી રહ્યા છે. ન્ૈંઝ્ર જેવી સંસ્થા કે જેમાં ભારતીયોનો ખૂબ વિશ્વાસ છે અને આજ દિન સુધી આ સંસ્થાને ખોટ થઈ નથી. પરંતુ સરકારે લીધેલા ખોટાં ર્નિણયને કારણે રૂપિયાઓનો ધોવાણ થયું છે.
Recent Comments