સુરત શહેર માં ધોડદોડ રોડ બેંક ઓફ ઇન્ડિયા ના ૧૧૬ માં સ્થાપના દીને બેંક સ્ટાફ અને ગ્રીન આર્મીના સયુંકત ઉપક્રમે વૃક્ષારોપણ કરાયું

સુરત ગ્રીન આર્મી દ્વારા શહેર ની ધોડદોડ રોડ બૅંક ઓફ ઇન્ડિયા શાખા ખાતે ધોડદોડ રોડ શાખા ના ૧૧૬ માં સ્થાપના દિવસ નિમિત્તે બૅંક ઓફ ઇન્ડિયા આયોજીત વૃક્ષારોપણ માં શહેર ની વૃક્ષ ઉછેર માટે કામ કરતી સંસ્થા ગ્રીન આર્મી ના સેનિકો ના સહયોગ થી વૃક્ષઉછેર અભિયાન ને વેગ આપતી અનોખી ઉજવણી કરી હતી બેંક ના ૧૧૬ માં સ્થપના દીને ગ્રીન આર્મી સુરત દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..પર્યાવરણ બચાવો અને વૃક્ષો ઉછેરોની આ બુલંદ માંગ ને આજના શુભ દીને બિરદાવતા બેંક મેનેજર શર્મા સાહેબ અને પ્રતીકભાઈ અને મકવાણા સાહેબ અને બેંક ના તમામ કર્મચારીઓ તથા ગ્રીન આર્મી ગૃપના તમામ સૈનીકો એ બેંક સ્થાપના ના ૧૧૬ માં સ્થાપના દિન ને વૃક્ષારોપણ કરી વૃક્ષ ઉછેર ના સંદેશ સાથે ઉજવી હતી
Recent Comments