સુરત શહેર માં નાની મોટી કોઈપણ સેવા કરતી સંસ્થા ની સેવા જ્યોત પ્રજ્વલિત રાખતા સિગ્નેચર ગૃપ ના મોભી દ્વારા બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા ની ઉપસ્થતી માં સન્માન સમારોહ યોજાયો
સુરત વરાછા ભડીયાદરા ફાર્મ હાઉસ ખાતે બારડોલી સાંસદ સહિત રાજસ્વી રત્નો ઉદ્યોગરત્નો ની ઉપસ્થિતિ માં સિગ્નેચર ગૃપનાં ભરતભાઈ જસાણી અને હિતેશભાઈ ધામેલીયા દ્વારા આયોજીત સન્માન સમારોહ યોજાયો સુરત શહેર માં નિ:સ્વાર્થ ભાવે સેવા કરતી વિવિધ સામાજીક સ્વૈચ્છિક શેક્ષણિક આરોગ્ય વિષયક સંસ્થા ઓનાં સૂત્રધાર શ્રીઓનો સન્માન સમારોહ માં સેવા જ્યોત પ્રજ્વલિત રહે તેવા ઉમદા હેતુ એ દિવેલ પૂરતા ભરતભાઈ જસાણી હિતેશભાઈ ધામેલીયા.સિગ્નેચર ગૃપ નું અનેરું આયોજન નિસ્વાર્થ ભાવે કરેલ કોઈપણ સેવા સુગંધી પુષ્પો ની માફક મહેકી ઉઠે છે આવી સેવા સંસ્થાન ના સ્વંયમ સેવી ટ્રસ્ટી ઓનું ભવ્ય સન્માન કરાયું હતું આ પ્રસંગે બારડોલી લોકસભાના લોકપ્રિય સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાજી સહિત અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ માં સેવારથી ઓનું ગદગદિત કરતું બહુમાન કરાયું ૧૦૫ મી વાર રક્તદાન કરનાર મનસુખભાઈ કાસોદરીયા એ માનવતા નું સુંદર કાર્ય કર્યું છે રક્તદાતા તરીકે સરાહના સાથે સત્કાર નાના પણ રાય નો દાણો સુકલકડી કાયા અને વામ વય ના મહેશ ભુવા એ સોશ્યલ મીડિયા ફેસબુક ના સકારાત્મક ઉપીયોગ થી અનેકો પરિવાર ના ફેસ ઉપર સ્મિત લાવતી સેવા અઢી કરોડ ની લાભાર્થી પરિવારો ના ખાતા માં સીધી મદદ પહોંચાડી આપતી અતિ વૃષ્ટિ કે જીવદયા પર્યાવરણ પ્રકૃતિ આરોગ્ય શિક્ષણ માટે સતત સમર્પિત રહેતા સ્વંયમ સેવકો એટલે પૃથ્વી પર ના દેવદૂત છે આવી સેવા ની જ્યોત પ્રજ્વલિત રહે તે માટે દિવેલ પૂરતું કાર્ય ભરતભાઈ જસાણી હિતેશભાઈ ધામેલીયા અને તેના સિગ્નેચર ગૃપનાં સર્વ નો ખરા હદય થી આભાર વ્યક્ત કરતા અગ્રણી ઓ ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયા જેમ્સ એન્ડ જવેલરી ડાયમંડ એશો ના દિનેશભાઇ નાવડીયા રમેશભાઈ વઘાસીયા સમાજ અગ્રણી જીવરાજભાઈ ધારુકાવાળા તેમજ સંદેશ ન્યૂઝ એડિટર પ્રસન્ન ભટ્ટ ડો સ્નેહલભાઈ ડુંગરાણી સામાજીક આગેવાનો, વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ ને સુંદર બનાવવા બદલ અરવિંદભાઈ કીકાણી સહિત સન્માન સમારોહ ના આયોજન સંકલન કરતા ઓના સુંદર આયોજન ની સર્વત્ર સરાહના કરાય હતી ભવ્ય રીતે સન્માન સમારોહ સંપન્ન થયો હતો
Recent Comments