સુરત ગણેશ ઉત્સવ માં સમગ્ર સુરતમાં માટી,પંચધાતુ,તથા ગૌ અંશો માંથી બવાવાયેલી ગણેશજી ની મુર્તી પ્રસ્થાપીત કરનારા ૧૦૧ ગણેશ આયોજકો ને ઇકો ફ્રેન્ડલી એવોર્ડથી સન્માનવા સુરત થી નેશનલ એન્ટી ક્રાઇમ ના નેશનલ વાઇસ પ્રેસીડેન્ટ શૌકતભાઇ મિર્ઝા દ્વારા રાજ્યમાં પ્રથમ વખત શરુઆત કરવામાં આવી, આ રાષ્ટ્રકાર્યમાં યુનિવર્સલ ફાઉન્ડેશન પણ હંમેશની જેમ તનતોડ મહેનત થી જોડાયુ સાથે સુરતની ૧૦ જેટલી અન્ય સંસ્થાઓ પણ જોડાઇ અને દરરોજ ૧૦ લોકો એમ ૧૦ દિવસ દરમિયાન દસેય સંસ્થા દ્વારા નોમીનેટ કરવામાં આવેલા ગણેશ આયોજકોને ઇકો ફ્રેન્ડલી ગણોશા એવોર્ડથી સન્માનવામા આવ્યા. આ રાષ્ટ્રકાર્ય દરમિયાન યુનિવર્સલ ફાઉન્ડેશન ના અધ્યક્ષ પ્રકાશકુમાર વેકરીયા તથા તેમની ટીમ દ્વારા મોટા વરાછા હરભોલે પાર્ટી પ્લોટમાં આજ રોજ એવોર્ડ ફંક્શન નુ આયોજન કરવામાં આવ્યુ, અને ૧૧ આયોજકોને એવોર્ડથી સન્માનવામાં આવ્યા તથા વધુમાં રાષ્ટ્રસેવા બાબતે ઉમેરતા તેમણે શૌકતભાઇ મિર્ઝા વિશે વિશેષ શબ્દો શણગાર થી જણાવ્યુ કે સર્વધર્મ સમભાવની ભાવાના જગાડવા એક મુસલમાન થઇ શૌકત મિર્ઝા દ્વારા હિન્દૂ ધર્મના દેવી દેવતાઓ તથા સમગ્ર હિન્દૂ ધર્મની આન બાન શાન હેતુ તમામ ગણેશ આયેજકોનુ એવોર્ડથી સન્માન કરાયુ તે હિન્દૂસ્તાન માટે ગર્વની વાત છે. જેને યુનિવર્સલ ફાઉન્ડેશન તથા તમામ ૧૦૧ ગણેશ આયોજકો સન્માને છે.ઉપરોક્ત એવોર્ડ ફંક્શનમાં સુરત મહાનગર પાલિકા,મોટા વરાછા ઝોન બી ના એસ.આઇ ડી.બી.ભટ્ટ સાહેબ એસ.એસ.આઇ ધીરુભાઇ તથા મોટા વરાછા ફાયર વિભાગથી સોલંકી સાહેબ ની ટીમ વતી મહાવીરસીંહ અને કેતન સાધુ તથા વિશેષ મહેમાનોમાં ટ્રસ્ટી સ્થાને હરીભાઇ પટોળીયા, જેમીશ કાથરોટીયા,વિશાલભાઇ, બાવચંદભાઇ ધારેશ્વર, લોક સંવાદ ગુજરાત થી અનિતાબેન ઝાજડીયા અને તેની ટીમ હાજર રહ્યા આ પ્રસંગે વિશેષ રાષ્ટ્રકાર્ય રુપે શૌકતભાઇ મિર્ઝા અને પ્રકાશકુમાર વેકરીયા દ્વારા નશા મુક્ત ભારત અભિયાનને વેગ આપવા ડ્રગ ફ્રી વર્લ્ડ ની ૬ પ્રતિજ્ઞા ઓ લેવડાવવામાં આવી અને વિધવા સહાય ના ફોર્મ ભરાયા તથા એવોર્ડ ફંક્શન ની પુર્ણાહુતી દરમ્યાન રાષ્ટ્રધ્વજ સમક્ષ રાષ્ટ્રગાન કરી સૌ કાર્યકર્તા તથા મહેમાનોની આભાર વીધી કરવામાં આવી.
સુરત શહેર માં ૧૦૧ ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિ સ્થાપક આયોજકોનું નેશનલ એન્ટી ક્રાઈમ પ્રેસિડેન્ડ મિર્ઝા દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશા એવોર્ડથી સન્માન

Recent Comments