fbpx
ગુજરાત

સુરત શહેર માં ૧૦ વિસ્તારો માં અગ્નિહોત્ર જયંતિ ની ઉજવણી એ યજ્ઞ કરાયા

સુરત શહેર માં અગ્નિહોત્ર જયંતિ ની ઉજવણી નિમિતે તારિખ ૨૧ ફેબ્રુઆરી થી ૨૫ ફેબ્રઆરી સુધી કરવામા આવેલ…સૌ પ્રથમ વખત ૨૨ ફેબ્રુઆરી ૧૯૬૩ થી અગ્નિહોત્ર યજ્ઞ ની  શરૂઆત થઈ હતીસુરત શહેર ના ૧૦ જેટલા વિસ્તાર માં પર્યાવરફણ ને શુદ્ધ કરવા  માટે મહામૃત્યુંજય યજ્ઞ તેમજ સામૂહિક અગ્નિહોત્ર યજ્ઞ નું આયોજન કરાયુ હતુ જેમાં નિત્ય અગ્નિહોત્ર યજ્ઞ કરી ને પર્યાવરણ ને કેવીરીતે શુદ્ધ રાખી શકાય તેની માહીતી  માધવ આશ્રમ ના પ્રચારકો દ્રારા અપાઈ હતી સુરતના અનેક વિસ્તાર જેવાકે વરાછા યોગીચોક હીરાબાગ કતારગામ અડાજણ જહાંગીરપુરા સુમુલડેરી રોડ ભટગામ ઓલપાડ એવા અનેક સ્થળો એ અનેક પરિવારે મહામૃત્યુંજય યજ્ઞ તેમજ સામૂહિક અગ્નિહોત્ર યજ્ઞ માં જોડાઈ ને અગ્નિહોત્રયજ્ઞ ની માહિતિ મેળવિહતી  અગ્નિહોત્ર કરવાથી તણાવ અને હતાશામાંથી રાહત મળે છે 

 અગ્નિહોત્ર માત્ર પર્યાવરણને શુદ્ધ કરતું નથી પરંતુ જીવનમાં સકારાત્મક પરિવર્તન પણ લાવે છે.  તે તણાવ અને ડિપ્રેશન જેવા સાયકોસોમેટિક રોગોથી પણ રાહત આપે છે.  આના કારણે જૈવિક ઘડિયાળ યોગ્ય રીતે કામ કરે છે અને તેથી હોર્મોન્સ, એન્ઝાઇમ્સ, ન્યુરોટ્રાન્સમીટર અને હેપી હોર્મોન્સ યોગ્ય રીતે સ્ત્રાવ થાય છે.  એવું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચના ચીફ મેડિકલ ઑફિસર કૃષ્ણા જૈનનું કહેવું છે. તેણી કહે છે કે જ્યારથી તે અગ્નિહોત્ર યજ્ઞ સાથે જોડાયેલી છે ત્યારથી તેના જીવનમાં સકારાત્મક ફેરફારો થયા છે. જીવનશૈલી બદલાઈ ગઈ છે. હકીકતમાં ગુરુવારે અગ્નિહોત્ર જયંતિ પર  અનેક  પરિવારો એ ઘર અને કોલોની સહિત ૧૦ થી વધારે સ્થળોએ સામુહિક અગ્નિહોત્ર યજ્ઞ નુ આયોજન કર્યુહતું.  માધવજી સંસ્થાન દ્વારા અગ્નિહોત્ર યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી.૨૨ ફેબ્રુઆરી ૧૯૬૩ ના રોજ કેટલાક લોકો દ્વારા શરૂ કરાયેલ અગ્નિહોત્ર યજ્ઞ અભિયાન માત્ર શહેરમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયું છે. અગ્નિહોત્ર યજ્ઞને લઈને ઘણા સંશોધનો થયા છે, જેના અહેવાલ પછી લોકો જોડાવા લાગ્યા.  હવે લાખો લોકો અગ્નિહોત્ર પરિવાર સાથે જોડાયા છે. ૨૨ ફેબ્રુઆરી 1963ના રોજ અગ્નિહોત્ર યજ્ઞનો પ્રારંભ મહાનુભાવ શ્રી માધવજી પોતદાર સાહેબ દ્વારા થયો હતો.  ત્યાર બાદ માધવ આશ્રમ સંસ્થા દ્વારા લોકોને તાલીમ આપવામાં આવે છે.  આ કારણે અનેક લોકો અગ્નિહોત્ર યજ્ઞ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે પોતાના ઘરેઅગ્નિહોત્ર યજ્ઞ કરે છે એમ યશપાલ ગોસ્વામીની યાદી જણાવે છે

Follow Me:

Related Posts