ગુજરાત

સુરત સંત શ્રી મંછારામબાપુની ચતુથઁ પુણ્યતિથિ ની ધામધુમથી ઉજવણી કરવામાં આવી

સુરત સંત શ્રી મંછારામબાપુની ચતુથઁ પુણ્યતિથિ ની ચૈત્ર શુદ દ્વાદશી ના રોજ સાંજ ના ૪-૩૦ વાગ્યા થી વૃદાવન ફામઁ, સિંગણપુર ચાર રસ્તા પાસે,કંથેરીયા હનુમાન સામે  ધામધુમથી ઉજવણી કરવામાં આવેલ, જેમા મોટી સંખ્યામાં  સંતો મહંતોના ભવ્ય સામૈયા કરવામા આવેલ જેમા સંતો મહંતો કથાકારો  અગ્રણીઓ તેમજ સેવક સમુદાય વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ.પૂજય મંછારામબાપુના ફોટા પ્રતિકૃતિ ની પુજા,આરતી લશ્કરી પરિવાર તેમજ સેવક સમુદાય દ્વારા કરવામાં આવેલ.ગુજરાત રામાનંદી સાધુ સમાજ ના ઉપપ્રમુખ શામળદાસબાપુ તેમજ લશ્કરી પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ સંતો મહંતો ભુદેવો કથાકારોનુ શાલ,ફુલહાર અને ભેટપુજા થી સન્માન કરવામાં આવેલ તેમજ દાતાશ્રીઓ નુ પ્રતિકૃતિ આપી સન્માનિત કરાયેલ,સ્વરુષિ ભોજન પ્રસાદ બાદ રાત્રીના સંતવાણી યોજાયેલ 

Follow Me:

Related Posts