સુરત આજરોજ સરથાણા વ્રજભુમી માં પરિવાર ની અલગ અલગ રીતે સામુહીક આત્મહત્યા તા.૨૦.૧૦.૨૦૨૧ ના રોજ બપોરે ૨.૦૦ વાગ્યાના સુમારે મોટા વરાછા મારુતિ ચોક, હરભોલે પાર્ટી પ્લોટ ની પાછળ નદિના કિનારે થી પિતા-પુત્રીની આત્મહત્યા ની કોશીશ પિતાનો ખારવા ઓ દ્વારા આબાદ બચાવ પુત્રીનુ મૃત્યુ અને ધરે બાળકીની માતાનુ ઝેર પી ને મૃત્યુ.
આજ બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર ૪૨ વર્ષ ઉંમર આજુબાજુના એક યુવાને પોતાની પુત્રીને ગોદમાં લઈ મારુતિ ચોક હરભોલે પાર્ટી પ્લોટ, મોટાવરાછા ની પાછળ ના નદીના કાંઠાના ભાગેથી આત્મહત્યા કરવાના ઈરાદે નદીમાં ઝંપલાવ્યું આ દરમિયાન ત્યાંના સ્થાનિક ખારવાઓ તેઓને જોઇ લેતાં ટુંક સમયની જહેમત બાદ આ વ્યક્તિ ને જીવીત બહાર કાઢી લીધો હતો અને કાંઠે આવી યુવાને હોશમાં આવતા ચોખવટ કરી કે તેમની દિકરી પણ હતી સાથે ત્યાર બાદ ટુંક સમયમાં ફાયર વિભાગ આવી જતા ફાયરના જવાનોએ નદીમાં કુદી બાળકીની શોધખોળ ચાલુ કરી અને પાંચ થી સાત મિનીટના ટુંકા ગાળામાં બાળકીને શોધી કાઢવામાં ફાયરના જવાનોને સફળતા મળી હતી આજના આ બનાવમાં નદી બે કાંઠે વહી રહી હતી અને નદીના પાણીમાં જબરજસ્ત ખેચાણ પણ હતુ અને ઉપરથી એક લાખ ક્યુસેક જેટલુ પાણી પણ છોડવામાં આવ્યુ હતુ જે ફાયર માટે ચેલેંજ રુપ હતુ. આ ઓપરેશન માં મોટાવરાછા નાં ફાયર ઓફીસર બી.કે સોલંકી તથા સબ ઓફીસર રાહુલ બાલાસરા ની સલાહસુચન મુજબ સફળતા મળી હતી, જેમા ગીરીરાજ ગઢવી દ્વારા ઉંડા પાણીમાંથી સાત મીનીટના ટુંકા ગાળામા બાળકીના શબને બહાર લાવવામાં આવ્યુ અને તેની સાથે મદદમાં અનિલ રાઠોડ, અનિકેત રાજીવડે, નવગઢ પઢેરીયા તથા જીતેન્દ્ર નકુમ ની ટીમ હતી જેને લઇને આ ઓપરેશન સફળ રહ્યુ. આ ઓપરેશન માં સુરત સિવીલ ડીફેન્સ થી અમરોલી ડિવીઝનલ વોર્ડન પ્રકાશકુમાર વેકરીયા પણ ફાયરની ટીમ સાથે નદીમાં ઉતર્યા હતા અને આ રેસ્ક્યુ ઓપરેશન બાદ મોટા વરાછા ફાયર અને તમામ ટીમ બાળકી ના શબને ૧૦૦ ફુટ ઉપર કાંઠે લાવી ફાયર ના રાહુલ બાલાસરા અવે સિવીલ ડિફેન્સ ના પ્રકાશકુમાર વેકરીયા દ્વારા સી.પી.આર આપવામાં આવ્યુ હતુ જેમાં ડેથ (મરણ) કંફર્મ થતા બાળકીના શબને પોલીસ ને સોંપવામા આવ્યુ હતુ પંચનામાં બાદ ઉપરોક્ત આત્મહત્યાના બનાવ માં અમરોલી પોલીસ આગળ તપાસ કરી રહી છે.
સુરત સામુહિક આત્મહત્યા કરતા પરિવાર નું રેસ્ક્યુ ઓપરેશન

Recent Comments