રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઇને ગુજરાતમાં તંત્ર પણ લોકોને ગિફ્ટ આપવાના મૂડમાં છે, હાલમાં જ સમાચાર મળી રહ્યા છે કે રાજકોટમાં રક્ષાબંધનના તહેવારને લઈને ઇસ્ઝ્ર દ્વાર મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. રક્ષાબંધનના દિવસે મહિલાઓ ફ્રી મુસાફરી કરી શકશે. જી હા…રાજકોટ મનપાની ૧૧૭ જેટલી બસના રૂટ પર મહિલાઓ દિવસ દરમિયાન નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ દ્વારા આ મહત્વની જાહેરાત કરાઈ છે. રાજકોટ મહાનગરપાલિકાએ રક્ષાબંધનના પર્વ નિમિતે સિટી બસ સેવા તથા મ્ઇ્જી બસ સેવામાં બહેનો માટે નિઃશુલ્ક મુસાફરી કરવાની સુવિધા આપવાની જાહેરાત કરી છે. રક્ષાબંધનના દિવસે કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત બહેનો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે.
જયારે પુરુષોએ તેઓની મુસાફરી દરમ્યાન રાબેતા મુજબ નિયત દરની ટીકીટ લેવાની રહેશે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા કમિશનરએ બહેનોને સિટી બસની ફ્રી સેવાનો લાભ લેવા અપીલ કરી છે. આ દિવસે શહેરમાં પાલિકાની બસમાં મહિલાઓને ફ્રીમાં મુસાફરી કરાવવામાં આવશે, રાજકોટમાં વર્ષોથી મહાનગરપાલિકા દ્વારા બહેનો માટે આ રીતે જાહેરાત કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, દર વર્ષે હજારો બહેનો સીટી બસ અને બીઆરટીએસમાં મુસાફરી કરીને ભાઈને રાખડી બાંધવા માટે જાય છે.
Recent Comments