fbpx
ગુજરાત

સુરત સિવિલમાં બાળકના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાને લઈ જવા એમ્બ્યુલન્સ આપવાની મનાઈ કરી

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી લોકો સારવાર માટે આવતા હોય છે. પરંતુ ક્યાંક અનેકો વખત કોઈના કોઈ વિવાદમાં નવી સિવિલ હોસ્પિટલમાં આવતી જ હોય છે. વધુ એક વિવાદ સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલના કર્મચારીએ દોઢ વર્ષના બાળકના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાન ભૂમિ લઈ જવા એમ્બ્યુલન્સ આપવાની મનાઈ કરી દેવાય હતી. શહેરના પાંડેસરા ખાતે આવેલ વડોદ ગામમાં રહેતા ચિંતામણી પ્રજાપતિ નો દોઢ વર્ષનો બાળક દિપક રમતા રમતા ત્રીજા માળેથી નીચે ફટકાયો હતો.સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જ્યાં બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બાળકના મૂર્તદેહને પોસ્ટમોર્ટમ અર્થ પીએમ રૂમમાં લાવામાં આવ્યો હતો. પીએમ બાદ અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાન ભૂમિ લઈ જવા એમ્બ્યુલન્સ ની જરૂરત હતી.જે પીએમ રૂમમાં જ કામ કરતા એક કર્મચારીએ તેમને એમ્બ્યુલન્સ ન હોવાનું કહી બહારથી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ બાળકના મૃતદેહને સ્મશાન ભૂમિ લઈ જવા રીક્ષા કરવા પહોંચ્યા હતા. પરંતુ બે થી ત્રણ રીક્ષા ચાલકે પણ મૂર્તદેહને સ્મશાન ભૂમિ લઈ જવાની મનાઈ કરી દીધી હતી.

આખરે એક રીક્ષા ચાલક રાજી થતા રિક્ષા લઈને પરિવારના લોકો પીએમ રૂમ આવી પહોંચ્યા હતા. તાત્કાલિક ઝ્રસ્ર્ં સહિતના કર્મચારીઓ પીએમ રૂમ ખાતે દોડી આવ્યા હતા અને ગણતરીના સમયમાં જ નવી હોસ્પિટલની એમ્બ્યુલન્સ પીએમ રૂમ ખાતે દોડી આવી હતી. અને બાળકના મૃત દેને અંતિમ સંસ્કાર કરવા સ્મશાન ભૂમિ લઈ જવામાં આવ્યા હતા. મહત્વની વાત છે કે નવી સિવિલ હોસ્પિટલ માટે કરોડોનું ફંડ ફાળવવામાં આવ્યો છે.ધારાસભ્ય,સાંસદોએ નવી સિવિલ હોસ્પિટલમાં આવા ગરીબ દર્દીઓ માટે એમ્બ્યુલસની પણ ફાળવી કરી છે એમ છતાં સિવિલ હોસ્પિટલના કર્મચારી દ્વારા જ ગરીબ મજૂરના બાળકના મૃતદેહ ને અંતિમ સંસ્કાર માટે લઈ જવા એમ્બ્યુલન્સની મનાઈ કરી દીધી હતી.

Follow Me:

Related Posts