સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ દર્દી રાંદેર વિસ્તારમાંથી મૃત હાલતમાં મળ્યો
સુરત સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે ટેબલ પરથી પડી ગયા બાદ કમરના ભાગે ઇજા થવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. દર્દીના પરિવારજનો ઇમર્જન્સી બોર્ડમાં દર્દીને છોડી ગયા બાદ કેસ પેપર કાઢવા માટે ગયા હતા. તે સમય દરમિયાન તેઓ ગુમ થઈ ગયા હતા. તેમનો મૃતદેહ રાંદેર વિસ્તારમાંથી મળી આવ્યો છે. ગત રોજ અપ્પા આહિરે નામના દર્દીને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન દર્દી અચાનક ગાયબ થઈ ગયો હતો. પરિવારે દર્દીની શોધખોળ કરી હતી. આજે પરિવારે ફરી શોધખોળ કરતા દર્દી મૃત હાલતમાં સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ હોવાનું જાણવા મળ્યું. દર્દીનો એક્સરે સહિતની સારવાર કરવામાં આવી રહી હતી.
ઈમરજન્સી વિભાગમાં સીધા આવી ગયા હોવાથી તેમને કેસ પેપર કાઢવા માટે જણાવવામાં આવ્યું હતું. કેસ પેપર કાઢીને પરિવારના સભ્યો પરત આવ્યા તો દર્દી ત્યાંથી ગાયબ થઈ ગયા હતા. ???????દિપક આહીરે જણાવ્યું કે, ગઈકાલે મારા પિતા ટેબલ ઉપરથી પડી ગયા હતા. તે દરમિયાન તેમણે ઈજા થઈ હતી. અમે અહીં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા. મારી ફોઈ તેમની સાથે જ હતા મારી ફોઈ કેસ પેપર કઢાવવા માટે ગયા હતા.
તે સમયે દરમિયાન મારા પપ્પા એકાએક જ ક્યાંક ગાયબ થઈ ગયા હતા મારી પાસે રૂપિયાનો હોવાથી હું ઘરે રૂપિયા લઈને તરત એક કલાક જેટલા સમયમાં જ પરત ફર્યો હતો. મારા ફોઇએ ડોક્ટર પાસે જઈને સંપર્ક કર્યો તો ડોક્ટરે કહ્યું કે અહીં તો કોઈ આવ્યું જ નથી. મેં અને મારી ફોઈએ ચારે તરફ શોધવાનું શરૂ કરી દીધું હતું. સિવિલના ગેટ ઉપર તેની આસપાસના વિસ્તારમાં પણ શોધ્યા પરંતુ મારા પિતા મળ્યા નહીં અને આજે જાણવા મળ્યું કે, રાંદેર પોલીસ તેમને પીએમ કરાવવા માટે લઈ આવી છે. તેઓ અમૃત હાલતમાં મળી આવ્યા છે
Recent Comments