fbpx
ગુજરાત

સુરત સેલ્ફ ડિફેન્સ સેમિનાર અણ બનાવનું ભવિષ્યનુ આંકલન કરી રોકી શકાય નિવારી શકાય ડિફેન્સ ઇન્સ્યુટ્યુટ નિષ્ણાંત પ્રોફેસરો એ તાલીમાર્થી ઓને અવગત કર્યા

સુરત ખાતે સેલ્ફ ડિફેન્સ તાલીમ સેમિનાર યોજાયો    તક્ષશિલા ની ઘટના તથા મહીલાઓ કે દિકરીઓ સાથે બનતી અઘટીત ઘટનાઓ ઉપરાંત તાજેતરમાં બનેલી ગ્રિષ્મા વેકરીયા ચકચારી હત્યાની ઘટનાએ જ્યારે  સમાજ તથા પુરા દેશને હચમચાવી નાખ્યો ત્યારે સમાજ તથા રાષ્ટ્રની અબળા મહીલાઓ અને દિકરીઓ સહીત યુવાનો અને બાળકોને પ્રાથમીક તબક્કે શું જરુર છે ?  તે  ટુંકા સમય મા ઉંડાણપુર્વક વિચારી  સુરતથી સર્વ પ્રથમ આજ તા. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨ ના દિવસે વેસુ, શ્યામ મંદિર ની બાજુમાં વી.આઇ.પી રોડ સ્થિત અરીહંત ઇન્ટીટ્યુટ ઓફ મેનેઝમેન્ટ ના સથવારે  યુનિવર્સલ ફાઉન્ડેશન  અને ગ્લોબલ માર્શલ આર્ટ અકેડમી દ્વારા શરુઆત કરી ૨૦૨૨/૨૩ દરમિયાન ૦૭ લાખથી વધુ લોકોને સેલ્ફ ડિફેન્સ બાબતે તાલિમ આપી જાગૃત કરવાના લક્ષ્ય સાથે પ્રથમ તબક્કે સુરત શહેર તથા પુરા ગુજરાત અને તેનાથી પણ આગળ ચાલી સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ ની શરુઆત કરી હતી. જેમા સેલ્ફ ડિફેન્સ ની એક દિવસીય સેમીનાર નુ આયોજન કરવામાં આવ્યુ હતુ તથા ૧૧૦ થી વધુ દિકરીઓને આ બાબતે મુખ્ય મુદ્દાઓને અગ્ર રાખી થીયરીકલ તથા પ્રેક્ટીકલી તાલીમ આપવામાં આવી, ઉપરાંત કયા સંકટ સમયે કેવી રીતે પોતાનો તથા પરિવાર કે સમાજમાં બનતી  જીવના જોખમની ધટનાઓ માં બચાવ કે સામનો કરવો અને પોતાની હિંમત ને ટકાવી રાખવા માનસીક અને શારીરીક કયા પરિબળો જરુરી છે ? તે બાબતે ગ્લોબલ માર્શલ આર્ટના  સિક્સ ડીગ્રી ચેમ્પિયન અને ૩૩ વર્ષના અનુભવી “સત્યસર દવે”દ્વારા ખુબજ સરળ રીતે તમામ દિકરીઓ તથા અરીહંત ઇન્સટીટ્યુના સ્ટાફને પ્રેક્ટીકલી બતાવવામાં આવ્યુ.     

  યુનિવર્સલ ફાઉન્ડેશન અને ગ્લોબલ માર્શલ આર્ટ અકેડમી દ્વારા આયોજીત આજના આ ટ્રેનિગ કાર્યક્રમમાં  યુનિવર્સલ ફાઉન્ડેશનના અધ્યક્ષ પ્રકાશકુમાર વેકરીયા, ગ્લોબલ  અકેડમી તરફથી સ્વરક્ષણ તાલીમ ના માસ્તર શ્રી સત્ય  દવે સર, ધવલ સર, યુસુફ મુલતાની સર, અમિતસિહ પટેલ સર, સૌરભ ગૌસ્વામી સર …….તથા ટીમ અને અરિહંત ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ તરફથી  અક્ષય શાહ, મયુર પટેલ, મૌલિક મોદી, નિરવ શાહ, રિતેશ પટેલ, રાકેશ લારા હાજર રહ્યા હતા, આજની એક દિવસીય ટ્રેનિંગના અંતે અકેડમી તરફથી  સૌને સન્માનીત કરી અલ્પાહાર બાદ વિરામ આપવામાં આવ્યો.   

 યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા આ બાબતના મુખ્ય મુદ્દે સમગ્ર ગુજરાતમાં  ફ્રી સેમિનાર આયોજન કરવા સંસ્થાનો નંબર પણ જાહેર કર્યો હતો ૮૩૪૭૮ ૦૭૦૦૭ તથા ૯૮૨૫૬ ૪૦૯૬૬  તેમાં સુરતથી સોશિયલ જસ્ટીસ ફોર ઇન્ટરનેશનલ સિવિલ રાઇટ કાઉન્સીલ ના નેશનલ ચેરમેન  મિર્ઝા શૌકત હુશૈન તથા જુનાગઢ થી દિકરીઓ માટે લગ્ન સહાય આપતી સંસ્થા રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન જોડાયા વિશેષમાં સંસ્થાઓ તથા સમાજને આહવાન કરતા પ્રકાશકુમાર વેકરીયાએ જણાવ્યુ કે આવા રાષ્ટ્ર હિતના કાર્યોમાં આગેવાનો અને સંસ્થાઓ પણ જો થોડી થોડી મહેનત કરશે અને સમાજમા બનતા અણબનાવોમાં  ભવિષ્યનુ આંકલન કરી આવી તાલીમોનુ આયોજન કરવામા આવશે તો સમાજ કે રાષ્ટ્રમાં બનતી ચકચારી ઘટનાઓને મહદ્ અંશે રોકી કે નિવારી શકાશે.

Follow Me:

Related Posts