સુરત શહેર માં માનવ સેવા એજ માધવ સેવા ને મૂર્તિમંત્ર બનાવી અતિ ગંભીર મનોદિવ્યાંગો ને સમાજ માં પુનઃ સ્થાપિત કરવા નો સેવાયજ્ઞ ચલાવતી સંસ્થા આશીર્વાદ માનવ મંદિર સુરત માં આજે રંગારંગ રાષ્ટ્રીય પર્વ 26 જાન્યુઆરી ની ઉજવણી કરવામાં આવી અનાથ દીકરીઓ દ્વારા દેશપ્રેમ ને અભિવ્યક્ત કરતી ક્રાંતિકારી શહીદો ના ત્યાગ બલિદાન ને તાદ્રશ્ય કરતી કૃતિ ઓ રજુ કરી અને સંસ્થા માં આશ્રિત મહાપ્રભુ એની અલગ અલગ કાલા રજુ કરી અનોખી રીતે ઉજવણી કરી આશીર્વાદ માનવ મંદિર સુરત માં આજ સુધી 2450 વ્યક્તિ ઓ ને માનવ સમાજ માં પુનઃ સ્થાપિત કરી પરિવાર સાથે મિલાપ કરાવ્યો અને હાલ અતિ ગંભીર મનોદિવ્યાંગો 450 મહાપ્રભુજી ઓ સેવા લઈ રયા છે જે બિન વારિસ અતિ ગંભીર પીડિત અને મંદબુદ્ધિ છે ઈશ્વર ની સ્વંયમ હાજરી નો ભાસ કરાવતી આ સંસ્થા માં આજે પુરા અદબ સાથે રાષ્ટ્રીય પર્વ ની રંગારંગ ઉજવણી કરાય હતી
સુરત 2450 મનોદિવ્યાંગો સમાજ પુનઃ સ્થાપિત કરતી સંસ્થા આશીર્વાદ માનવ મંદિર માં ગણતંત્રદિવસ ની પુરા અદબ થી ઉજવણી

Recent Comments