સુરત RTO માંથી લાયસન્સ કાઢવાનું કૌભાંડ બહાર આવ્યું
પોલીસે 3 એજન્ટ સહિત 4 લોકોની સામે ગુનો નોંધી ધરપકડ કરી
એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરત સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી કે, RTO કચેરીમાંથી કુલ-10 ઉમેદવારોના પાકા લાયસન્સ મેળવવા માટે પૂર્વ આયોજિત કાવતરૂ રચવામાં આવ્યું હતું.
RTO કચેરીની જરૂરી એવી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા (RTO Registration Process) કર્યા વિના, ટેસ્ટ આપવા માટે જરૂરી એવા વાહનની વિગત, તે વાહનનો રજિસ્ટ્રેશન નંબર, 4 તબક્કાના વિડીયો જેવી બાબત, ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક (automated driving test track)ના સર્વર ઉપર ટેસ્ટ આપ્યા વગર સુરત RTO કચેરીની કોમ્પ્યુટર સીસ્ટમમાં તેઓની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને અને સીસ્ટમ સાથે ચેડા કરીને બારોબાર લાયસન્સ શાખા માં ઉમેદવાર પાસ થયા અંગેનો ડેટા પુશ કરી ગેરકાયદેસર રીતે RTO કચેરી દ્વારાઆપવામાંઆવતાં લાયસન્સ બનાવવાની કાર્યવાહી કરાવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે.સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું, જે RTO કચેરીમાંથી નિયમ ભંગ કરીને ગેરકાયદે લાયન્સ ઇશ્યુ કરવાની ફરિયાદ મળી હતી, જે મામલે ગુનો નોંધી તપાસ કરવામાં આવી હતી. વર્ષ 2021માં અલગ-અલગ તારીખે 10 લાયસન્સ નિયમ વિરુદ્ધ એટલે કેરજિસ્ટ્રેશનની પ્રક્રિયા વગર – ટેસ્ટ વગર અને વાહનની વિગત વગર જ 4 તબક્કાના વિડીયો તેમજ ટેસ્ટના સર્વર વગર જ સીસ્ટમ સાથે ચેડાં કરી લાયન્સ શાખામાંથી ઉમેદવાર પાસ થયાનાં ડેટા પુશ કરી લાયસન્સ ઈશ્યુ કરાયાં હતા.આ ઘટનામાં એક RTO અને 3 એજન્ટોની સંડોવણી બહાર આવી હતી.
આ મામલે 3 એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એકનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે સારવાર હેઠળ છે. તેઓએ વધુ જણાવ્યું હતું કે, બારોબાર લાયસન્સ ઈશ્યુ કરી દેવાતા જે લોકોને ડ્રાઈવિંગ આવડતું નથી તે લોકો વાહન લઈને બહાર નીકળે તો ગંભીર અકસ્માતો થઇ શકે છે. જે એક ગંભીર બાબત હોઈ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. 10 લોકોને લાયસન્સ ઈશ્યુ કરવામાં આવ્યા છે તેમાંથી કોઈની ગુનાહિત પ્રવુતિ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. જે લોકો લાયસન્સ કઢાવવાં ઈચ્છે છે તેઓએ નિયમ મુજબ જ લાયસન્સ કાઢવવું જોઈએ. આ ઘટનાં પછી કોઈ પણ એજન્ટ આવી ગેરપ્રવુતિ કરતા અટકશે.આ મામલે નીલેશ કુમાર ત્રિભોવનદાસ મેવાડા (રહે, પાલનપુર કેનાલ રોડ), સાહિલ શાહનવાઝ વઢવાણીયા, આરટીઓ એજન્ટ (રહે, ઘોડદોડ રોડ), ઇન્દ્રસિંહ ખુમાનસિહ ડોડીયા, આરટીઓએજન્ટ(સિટીલાઈટ રોડ સુરત), જશ મેહુલ પંચાલ, આરટીઓ એજન્ટ
Recent Comments