fbpx
ગુજરાત

સુરત SOG પોલીસે ચેન્નાઈમાંથી ઝડપી પાડ્યું નકલી નોટનું કારખાનું, ૧૭ લાખની નોટો કરી જપ્ત

સુરત શહેર પોલીસને નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે. સુરત ર્જીંય્ દ્વારા ચેન્નાઈ ખાતેથી નોટ છાપવાનું એક કારખાનું ઝડપી પાડ્યું છે. પોલીસ દ્વારા આ મામલે નકલી નોટ છાપતા મુખ્ય આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે અને તેની પાસેથી ૧૭ લાખ રૂપિયાની ભારતીય ચલણી નોટો કે જે નકલી હતી તે ઝડપી પાડવામાં આવી છે. આ આરોપીએ અત્યાર સુધીમાં ૨ કરોડ ૧૨ લાખ ૩૮ હજાર રૂપિયાની નકલી નોટો અલગ અલગ રાજ્યમાં મોકલી હોવાનો પણ ખુલાસો થયો છે. સુરતના અમરોલી પોલીસને જાગૃત નાગરિક દ્વારા માહિતી આપવામાં આવી હતી કે શાંતિલાલ મેવાડા નામનો ઈસમ નકલી ચલણી નોટો માર્કેટમાં ફરતી કરી રહ્યો છે. તેથી આ સમગ્ર મામલે પોલીસ દ્વારા શાંતિલાલ મેવાડા, વિષ્ણુ મેવાડા નામના ઇસમોની ધરપકડ કરી હતી. ત્યારબાદ શાંતિલાલ અને વિષ્ણુને નકલી નોટ પૂરી પાડતો ઈસમ કે જે બેંગ્લોરમાં રહેતો હતો તેની પણ ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને તેનું નામ માઈકલ હોવાનું સામે આવ્યું છે. માઈકલ નામના આરોપીની સુરત દ્વારા પૂછપરછ કરવામાં આવતા ધ્યાનમાં આવ્યું હતું કે માઈકલ કે જે શાંતિલાલ મેવાડાને નકલી નોટની સપ્લાય કરતો હતો. તે આ નકલી નોટો ચેન્નઈમાં રહેતા સુર્યા સેલવા રાજ નામના પાસેથી મેળવતો હતો. તેથી ર્જીંય્ દ્વારા ચેન્નાઇ પોલીસને સાથે રાખીને બાતમીના આધારે ૨૧ એપ્રિલના રોજ વહેલી સવારે આરોપી સૂર્યના ઘરે રેડ કરી તેને પકડવામાં આવ્યો હતો અને આરોપીના ઘરેથી જ નકલી ભારતીય ચલણી નોટો છાપવાનું એક કારખાનું પણ મળી આવ્યું હતું.

આરોપીના ઘરેથી પોલીસ દ્વારા ૧૭ લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ કલર પ્રિન્ટર, કટર મશીન ત્રણ, લેમિનેશન અને હિટિંગ મશીન, માર્કર સિક્યુરિટી થ્રેડ ૭૦ નંગ અને ૨૦ નંગ ચાઇના કાગળનો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી સૂર્યની પૂછપરછ કરતા પોલીસને માહિતી મળી હતી કે તે ૨૦૧૬-૧૭માં શેર બજારમાં કામ કરતો હતો. ત્યારે નુકસાન થયું હતું અને શોર્ટકટમાં પૈસા કમાવવા માટે તેને આ રસ્તો અપનાવ્યો હતો. આરોપી દ્વારા થ્રીડી એનિમેશનનો કોર્સ પણ કરવામાં આવ્યો હતો અને તેના કારણે તેને નોટ બનાવવાનો વિચાર આવ્યો. ત્યારબાદ ઇન્ટરનેટના માધ્યમથી અલગ અલગ વિગતો સર્ચ કરીને નોટ બનાવવાનું તેને શીખ્યું હતું. ત્યારબાદ આરોપીએ રાઈટ વે કેપિટલ નામની એક કંપની ૨૦૨૨માં સ્થાપી હતી અને ગ્રાહકો સાથે તે સ્ટેમ્પ પેપર પર એગ્રીમેન્ટ કરતો હતો તેનો કાગળ નકલી ચલણી નોટ બનાવવા માટે યોગ્ય લાગ્યો અને ત્યારબાદ ૨૦૨૨માં નોટ બનાવવાનું શરૂ કર્યું. ૨૦૨૨ના ઓગસ્ટ મહિનામાં આરોપીએ નોટ બનાવવા માટે સાધન સામગ્રી ખરીદી હતી અને તેને પોતાના ઘરે જ નકલી નોટ છાપવાનું શરૂ કર્યું. સૌ પ્રથમ તે નકલી નોટ છાપવામાં સફળ થયો હતો.

આ દરમિયાન તેણે ઇન્ટરનેટના માધ્યમથી બિહાર રાજ્યનો એક વ્યક્તિને તેના સંપર્કમાં આવ્યો હતો તેની પાસેથી નકલી નોટ બનાવવા માટે કોટન ચાઇના પેપર તેમજ સિક્યુરિટી થ્રેડ ઓનલાઈનથી મંગાવ્યા હતા. મહત્વની વાત કહી શકાય કે આ નોટ છાપ્યા બાદ તેને તમિલનાડુમાં એક વ્યક્તિને ૫૦,૦૦૦ રૂપિયાની નકલી નોટો ૧૫ હજાર રૂપિયાના ભાવે આપી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી માઈકલ દ્વારા ડિસેમ્બર ૨૦૨૨થી આજ દિન સુધીમાં ૭૯ લાખ રૂપિયાની ચલણીનો સુર્યા પાસેથી લેવામાં આવી હતી અને ૭૯ લાખની નકલી નોટના બદલામાં આરોપીએ ૧૫ લાખ રૂપિયા વાસુલ્યા હતા. આરોપી સૂર્યા ક્યારેક આ ચલણી નોટો રૂબરૂ તો ક્યારેક કુરિયર કંપનીની મદદથી સહ આરોપીને મોકલતો હતો અને જાન્યુઆરી ૨૦૨૩માં તેને હૈદરાબાદમાં રહેતા એક વ્યક્તિને ૫૨ લાખની બનાવટી ભારતીય ચલણી નોટો આપી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સુર્યા દ્વારા નકલી ચલણી નોટો ૧૦ રાજ્યોમાં અલગ અલગ લોકોને આપવામાં આવી છે અને ૨,૧૨,૩૮,૦૦૦ ની નકલી નોટો તે અલગ અલગ વ્યક્તિને આપી ચૂક્યો છે.

આરોપીએ મહારાષ્ટ્રમાં ૧૪,૬૨,૦૦૦, ગુજરાતમાં ૩,૦૫,૦૦૦, હરિયાણામાં ૧૨,૯૦,૦૦૦, ઉત્તર પ્રદેશમાં ૧૦,૫૧,૦૦૦, આંધ્ર પ્રદેશમાં ૨૫,૦૬,૦૦૦, રાજસ્થાનમાં ૨,૬૦,૦૦૦, કર્ણાટકમાં ૮૫,૧૪,૦૦૦, તમિલનાડુમાં ૬,૦૦,૦૦૦, બિહારમાં ૫૦,૦૦૦ અને તેલંગણામાં ૫૨,૦૦,૦૦૦ રૂપિયાની નકલી ચલણી નોટો સપ્લાય કરી ચૂક્યો છે. આમ અત્યાર સુધીમાં આ મામલે પોલીસ દ્વારા કુલ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપી શાંતિલાલ મેવાડા, વિષ્ણુ મેવાડા, માઈકલ ઉર્ફે રાહુલ અને સૂર્યા નામના આરોપીનો સમાવેશ થાય છે.

Follow Me:

Related Posts