આઝાદીના ૭૫ માં વર્ષના પ્રારંભે સ્વરાજ ની શાળા તરીકે કર્તવ્યનિષ્ઠ શીશુવિહાર સંસ્થા ના ઉપક્રમે ૭૫ વૃક્ષોનું વાવેતર થયું છે.ભાવનગર શહેરમાં ગરીબ બાળકો ની તાલીમ સાથે જોડાયેલ આંગણવાડી કાર્યકર્તા બહેનોનાં વરદ હસ્તે તારીખ ૨૭ જુલાઈ એ શિશુવિહાર પ્રાંગણમાં રોપાયેલ વૃક્ષોને પ્લાસ્ટિક ડ્રમમાં ૧૨-૧૫ ફૂટ સુધી પહોંચાડવાની જવાબદારી શિશુવિહાર ની જીવન શિક્ષણ તાલીમ ના વિદ્યાર્થીઓ નિભાવશે..અને સુ રાજ્યની પ્રતીતિ અર્થે ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ એ બાલદેવ વન માં રોપી દેવાશે.સુરેન્દ્રનગરના સદ્ગૃહસ્થ તરંગ રાજુભાઈ ભટ્ટ ના સૌજન્ય થી મળેલ દોઢથી બે વર્ષ ના વૃક્ષો અને તેની નર્સરી ઉછેર માટેના ડ્રમ માં વૃક્ષ જાળવણી થતાં તમામ ૭૫ વૃક્ષો પર્યાવરણમાં ઓક્સિજન પૂરતી કરનાર બની જશે.ગંગોત્રી મ્યુઝિયમ ઓફ ટ્રી તરીકે વિકસિત શિશુવિહાર બાલ દેવન ના વૃક્ષો ની ઉપયોગીતા વિશે બાળકો સમજી શકે તે ભાષામાં વિગતો પણ મૂકવામાં આવનાર છે.પદ્મશ્રી ડો મુનિકુમાર મહેતા ના સૌજન્યથી ભાવનગરના અખાડાઓમાં પણ ૧૨થી ૧૫ ફૂટના વૃક્ષોનું પણ પછીથી વિતરણ થશે
“સુરાજ્ય વન” આઝાદીના ૭૫ માં વર્ષના પ્રારંભે સ્વરાજ ની શાળા તરીકે કર્તવ્યનિષ્ઠ શીશુવિહાર સંસ્થા ના ઉપક્રમે ૭૫ વૃક્ષોનું વાવેતર થયું

Recent Comments