ગુજરાત

સુરેન્દ્રનગરના ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા પશુઓને શાકભાજી ખવડાવવા મજબુર બન્યા

સુરેન્દ્રનગરના ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ ન મળતા પશુઓને શાકભાજી ખવડાવવા મજબુર બન્યા છે. ખેડૂતો માર્કેટમાં શાકભાજી વહેંચવા ગયેલા પરંતુ પુરતા ભાવ ન મળતા શાકભાજીના ઢગલા કરીને પશુઓને ખવડાવ્યું હતુ. મહામહેનતે વાવેતર કરેલા શાકભાજીના ભાવ અચાનક તળિયે પહોંચી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. શાકભાજીના ભાવ અચાનક ઘટી જતા ખેડૂતોએ ભીંડા અને રીંગણ સહિતના શાકભાજી પશુઓને ખવડાવ્યા હતા. શાકભાજી પશુઓને ખવડાવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. શાકભાજીના યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતોએ સરકાર પાસે માગ કરી હતી.

Related Posts