fbpx
ગુજરાત

સુરેન્દ્રનગરના દેદાદરા ગામમાં ૩૦થી વધુ લોકોને ફૂડ પોઈઝન થયું

આરોગ્ય વિભાગ દ્વારા પ્રસાદીના સેમ્પલ લેવાયા છે. સુરેન્દ્રનગરના દેદાદરા ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. પ્રસાદ લીધા બાદ ૩૦થી વધુ લોકોની તબિયત લથડી હતી જેથી દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સિવિલમાં દર્દીઓને સારવાર ન આપવામાં આવતા હોબાળો મચાવ્યો હતો. લોકોની તબિયત બગડતા આરોગ્ય વિભાગ હોસ્પિટલ પહોંચ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા પ્રસાદીના સેમ્પલ લેવાયા છે. સુરેન્દ્રનગરમાં અંદાજે ૩૦થી વધુ લોકોએ પ્રસાદી ખાધા બાદ તબિયત ખરાબ થઈ હતી. તબિયત ખરાબ થતા દોડધામ મચી ગઈ હતી.

દેદાદરા, કોઠારીયા, વઢવાણ અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરાયા છે. દ્વારકામાં ફૂડ પોઈઝનિંગનો કેસ સામે આવ્યો છે. આસામથી યાત્રિકો દ્વારકા પ્રવાસે આવ્યા હતા, દરમિયાન યાત્રિકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. જેમાં ૬ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ૧ વ્યક્તિનું સારવાર પહેલા જ મોત નિપજ્યુ હતુ. તબિયત લથડતા વધુ સારવાર અર્થે ૬ વ્યક્તિઓને જી જી હોસ્પિટલ ખસેડાયા હતા.

સાણંદ તાલુકામાં અણિયાળી ગામે ગત સાંજે ફેરિયો ખમણ વેચવા આવ્યો હતો, ત્યારબાદ અંદાજે ૬૫ લોકોએ ખમણ ખાધા બાદ તેમની તબિયત લથડવા લાગી હતી. ઝાડા, ઊલટી, પેટમાં દુઃખાવો થતાં લોકોને નજીકના બાવળા વેદાંતા હોસ્પિટલમાં ૨ જેટલા લોકો, ૧૨ ને ઝ્રૐઝ્ર સેન્ટર બાવળા સહિતની નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ૧૬ લોકોને સાણંદ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.અમરેલીના લુણીધાર ગામે કેન્ડી ખાધા બાદ ૨૬ વ્યક્તિઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું. ફૂડ પોઈઝનિંગ થતાં ૨૬ લોકોને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts