સુરેન્દ્રનગરના મેરા ગામમાં મહિલાનું ગળુ કાપી હત્યા કરાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મેરા ગામમાં દલિત દંપતી પર ઘાતક હુમલો કરવામાં આવતા ઘરમાં લોહિના ખાબોચિયા ભરાયા હતા. મહિલાનું ગળું કાપી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. જેને પગલે પોલીસે મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલમાં ખસેડી છે. આ ગોઝારી ઘટનાની જાણ થતાં દલિત સમાજના લોકોના ટોળેટોળા મેરા ગામે દોડી ગયા હતા. ત્યારે પાટડીના મેરા ગામમાં દંપતી પર ઘાતક હુમલો થયો હતો. જેમાં મહિલાનું મોત થયું છે. જ્યારે એના પતિને પણ ગળાના ભાગે જ છરીના ઘા ઝીંકી દેવામાં આવતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. જેથી તેને મહેસાણાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. દસાડા (પાટડી) તાલુકાના મેરા ગામે દલીત દંપતિ પર ઘાતક હુમલામાં મહિલાનું ગળુ કાપી ક્રૂર હત્યાના બનાવ બાદ ગામમાં અજંપાભરી શાંતિનો માહોલ છે. ત્યારે આ ચકચારી ઘટનાની જાણ થતાં દસાડા-લખતરના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને વિક્રમ રબારી સહિતના કોંગ્રેસી આગેવાનો મેરા ગામે દોડી ગયા હતા.સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મેરામાં દંપતી પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાનું ગળુ કાપી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. જ્યારે આ મહિલાના પતિને ગંભીર હાલતમાં સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ચકચારી ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત દસાડા પોલીસ ટીમે ગામમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જ્યારે આ ઘટના બાદ મેરા ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.
Recent Comments