ગુજરાત

સુરેન્દ્રનગરના વઢવાણમાં એસએમસી એ દરોડો પાડીને ૧૧ લોકોને જુગાર રમતા ઝડપી લીધા

સુરેન્દ્રનગરમાં બાતમી ના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ના અધિકારીઓ એ દરોડો પાડીને લોકોને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા. વઢવાણ ખાતે મનસુરી શેરીમાં પોલીસલાઈનની બાજુમાં જ જુગાર રમાતો હોવાની માહિતી સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી)ના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડીને જુગાર રમતા ૧૧ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. ૬૫,૦૫૦ રોકડા, ૧૦ મોબાઈલ અને ૯ વાહનો મળીને કુલ રૂ. ૫,૨૬,૦૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બાદમાં તમામ આરોપીઓને વધુ તપાસ માટે વઢવાણ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા હતા. પોલીસે ગેમ્બ્લીંગ એક્ટની કલમ ૪ અને ૫ હેઠળ ગુનો નોઁધીને વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts