સુરેન્દ્રનગરના વેળાવદર ગામે વીજળી પડતા ૭ પશુઓના મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે તેવા સમયે વઢવાણ તાલુકાના વેળાવદર ગામમાં વરસાદી વાતાવરણ વચ્ચે વીજળી પડી છે જેમાં સાત પશુઓનાં મોત નિપજયા છે ૩ ભેંસ ૫ ગાયું ૨ વાછરડાના ઘટનાસ્થળે જ મોત નિપજયા કારણ કે આ વીજળી પડી હતી તે સીધી પશુ બાંધેલા વાળા ઉપર જ પડી હતી તેને લઈને અન્ય કોઇ જાનહાની ન થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એક જ પશુ પાલકના સાત જેટલા પશુઓના વીજળી પડવાના કારણે આગામી દિવસમાં તપાસ કામગીરી હાથ ધરવી અને જે આ પશુપાલકના પશુઓ વીજળી પડવાના કારણે મોતને ભેટયા છે તે પશુપાલકને યોગ્ય વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી માંગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.
વઢવાણ તાલુકાના વેળાવદર ગામ એ પણ સારો એવો વરસાદ ખાબકવા પામ્યો છે ત્યારે રાત્રિ દરમિયાન વીજળી ના કડાકા સાથે વરસાદના પગલે સાવર્ત્રિક મેઘમહેર વેળાવદર ગામમાં પણ યથાવત રહેવા પામી છે તેવા સંજાેગોમાં વરસાદી વાતાવરણ વચ્ચે વેળાવદર ગામમાં વીજળી પડતાં સાત પશુઓનાં ઘટનાસ્થળે કે જયાં વાડામાં બાંધેલા હતા તે સ્થળે જ મોત નિપજવા પામ્યું છે. અન્ય ૧૦ જેટલા પશુઓને નાની-મોટી ઇજાઓ પહોંચવા પામી હતી. સુરેન્દ્રનગર પશુ ડોકટર ને તાત્કાલિક ધોરણે પશુ ડોકટરોની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આ મામલે ચેકીંગ કામગીરી હાથ ધરી હતી પશુપાલકોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી હાલમાં ઇજાગ્રસ્ત પશુઓ ની પણ સારવાર શરૂ કરાવી દેવામાં આવી છે અને મૃતક પશુ ને પીએમ ડોકટરની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
Recent Comments