સુરેન્દ્રનગરના સરદારસિંહ રાણા પુલની હાલત બિસ્માર, નાના-મોટા વાહનો પસાર થતા અકસ્માતનો ભય વધુ
સુરેન્દ્રનગરના સરદારસિંહ રાણા પુલ પર ઠેર-ઠેર નાના-મોટા ગાબડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. આથી વહેલી તકે ખાડા રિપેર કરવા માંગ સાથે સિનિયર સિટીઝનોએ માર્ગ મકાન વિભાગને રજૂઆત કરી છે. સુરેન્દ્રનગર શહેરની મધ્યે આવેલા સરદારસિંહજી રાણા પુલ પરથી ધ્રાંગધ્રાથી મૂળી તરફ અને મૂળીથી ધ્રાંગધ્રા સહિત સુરેન્દ્રનગર અને વઢવાણ તરફ અનેક વાહનો પસાર થાય છે. ત્યારે આ અંગ્રેજાેના સમયમાં બનાવાયેલા રાજકોટ હાઇવે સાથે જાેડતો પુલ જે મોરબીના પુલ તરીકે પણ ઓળખાય છે. જેનું બાદમાં ક્રાંતિકારી સરદારસિંહ રાણાના નામે નામકરણ કરાયુ છે, જે ઘણા સમયથી બિસ્માર બની જવા સાથે નાના-મોટા ખાડાઓ અને ગાબડા પડી ગયા છે.
આથી અહીંથી પસાર થતા વાહનચાલકોને પરેશાની થાય છે. અહીંથી ભારે વાહનો પણ પસાર થતા હોવાથી અકસ્માતનો પણ ભય રહે છે. અગાઉ જ્યારે પણ રીપેરિંગ થયુ ત્યારે કામ નબળુ થયું છે. આથી વહેલી તકે પાકુ રીપેરિંગ કામ કરવાની માંગ સાથે કે.એન.રાજદેવ, ઘનશ્યાભાઇ પરમાર સહિત સિનિયર સિટીઝનોએ માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી છે. સુરેન્દ્રનગરના સરદારસિંહ રાણા પુલ પર ઠેર-ઠેર ગાબડાથી વાહનચાલકો હેરાન પરેશાન થયા છે. વધુમાં અહીંથી ભારે વાહનો પણ પસાર થતા હોવાથી અકસ્માતનો પણ ભય રહે છે. આથી વહેલી તકે ખાડા રિપેર કરવા માંગ સાથે સિનિયર સિટીઝનોએ માર્ગ મકાન વિભાગને રજૂઆત કરી છે.
Recent Comments