સુરેન્દ્રનગરમાંથી ૧૨૬ દારૂની બોટલ સાથે ૬ને મુદામાલ સાથે પકડી લીધા
સુરેન્દ્રનગર સિટી બી-ડિવિઝને રાત્રિ પેટોલિંગ દરમિયાન બાતમીના આધારે ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ નવા શંકરના મંદિર પાસે મકાન નં. ૬માં દારૂની રેડ કરી હતી. જેમાં વિદેશી દારૂ રાખનાર તેમજ આ દારૂનો જથ્થો લઇ જનાર સહિત કુલ ૬ આરોપીને રૂ. ૬૭,૮૦૦ના મુદામાલ સાથે પકડી લીધા હતા. સુરેન્દ્રનગર શહેરના જુદા જુદા સ્થળોએ બી-ડિવિઝન પોલીસ ટીમોએ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ત્યારે સુરેન્દ્રનગર ઉદ્યોનગર પાછળ શ્રીનગર સોસાયટીમાં રહેતા ગીરીરાજસિંહ ભરતસિંહ ઝાલા તેમના ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ નવા શંકરના મંદિર પાસે આવેલા મકાન નં. ૬માં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરાતા હોવાની પીએસઆઈ વી.એન.જાડેજાને બાતમી મળી હતી. આથી પીએસઆઈ તેમજ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ એન.સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ પંકજસિંહ એન.હેરમા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. જેમાં ગિરિરાજસિંહ ભરતસિંહ ઝાલાને રૂ. ૧૪,૪૦૦ની કિંમતની ૪૮ વિદેશી દારીની બોટલ સાથે પકડી લીધા હતા.
જ્યારે બીજાે દારૂનો જથ્થો પણ કેટલાક શખ્સો લઇ ગયાનું ખૂલતા પોલીસે રાતોરાત આરોપીના ઘરે દરોડા કરતા સુરપાલસિંહ જયેદવસિંહ જાડેજાને રૂ. ૭૨,૦૦ની કિંમતની ૨૪ દારૂની બોટલ, દિવ્યાંગ ઉર્ફે રાજા પ્રવિણભાઈ જાદવને રૂ. ૭૨,૦૦ની કિંમતની દારૂની ૨૪ બોટલ સાથે દબોચી લીધા હતા. આ ઉપરાંત રૂ. ૯,૦૦૦ની કિંમતની ૩૦ બોટલ સાથે અસ્લમભાઈ ઉર્ફે અબ્બો ઇકબાલભાઈ કટાર, મહાવીરસિંહ મહેન્દ્રસિંહ મહીડા તેમજ સાહિલભાઈ ઉર્ફે મેહુલ અહેમદભાઈ લંઘાને ઝડપી પાડયા હતા. આમ વિદેશી દારૂમાં ૧ આરોપી પકડાતા પોલીસે દારૂની જથ્થો લઇ જનાર આરોપીને પણ રાતોરાત દબોચી લઇને રૂ. ૩૭,૮૦૦ની કિંમતની ૧૨૬ બોટલો અને રૂ. ૩૦,૦૦૦ની કિંમતના ૪ મોબાઇલો સહિત કુલ રૂ. ૬૭,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આ બનાવની વધુ તપાસ એ.એન.સોલંકી ચલાવી રહ્યાં છે.
Recent Comments