એક તરફ ભરતી માટે આંદોલન થઈ રહ્યા છે. તો બીજી તરફ ભરતી માટે કલાકોની કતારોમાં ઉમેદવારો ઉભા છે. સુરેન્દ્રનગરમાં આંગણવાડી કાર્યકરની ભરતી માટે લાંબી કતારો લાગી છે. આંગણવાડી વર્કરની ૧૧ જગ્યા માટે ભરતીની જાહેરાત થઈ છે. જાે કે, ૧૧ જગ્યા માટે ૩ હજારથી વધુ મહિલાઓએ અત્યાર સુધી અરજી કરી છે અને જરૂરી ડોક્યૂમેન્ટ મેળવવા મામલતદાર કચેરી બહાર મહિલાઓની લાંબી કતારો લાગી છે. મામલતદાર કચેરીમાં ૨ સિસ્ટમ પૈકી માત્ર એક જ સિસ્ટમ ચાલુ છે. જેથી કલાકો સુધી મહિલાઓને લાઈનોમાં ઉભું રહેવું પડે છે. વળી રહેણાંકનો દાખલો કઢાવવા માટે ૩ દિવસનું મામલતદાર ઓફિસમાં વેઈટિંગ છે. ત્યારે તાત્કાલિક બંધ પડેલી સિસ્ટમ શરૂ કરવાની માગ ઉઠી છે.
સુરેન્દ્રનગરમાં આંગણવાડી કાર્યકરની ભરતી માટે લાંબી કતારો લાગી૧૧ જગ્યા માટે ભરતીની જાહેરાત સામે ૩ હજારથી વધુ મહિલાઓએ અરજી કરી

Recent Comments