fbpx
સૌરાષ્ટ - કચ્છ

સુરેન્દ્રનગરમાં ઇયર કુરિયર સર્વિસની ગાડીના ડ્રાઈવરને માર મારી રાત્રે લૂંટ ચલાવાઈ

રાજકોટ-અમદાવાદ હાઇવે પર સાયલા નજીક લૂંટની ઘટના બની હતી. જેમાં ત્રણ કારમાં આવેલા લૂંટારૂઓએ અંદાજે ૧૪૦૦ કિલો ચાંદીની તેમજ ઈમીટેશન જ્વેલરીની લૂંટ ચલાવી હતી. ન્યુ ઇયર કુરિયર સર્વિસની ગાડીની લૂંટ થઈ હતી. ત્યારે આ સમગ્ર મુદ્દામાલ અમદાવાદ એરપોર્ટથી બેંગલોર, હૈદરાબાદ, મદ્રાસ, કોઇમ્બતુર અને પટના સહિતના શહેરોના ૫૦ જેટલા વેપારીને ત્યા પહોંચાડવાનો હતો. આ ઘટનાને લઈ ઇયર કુરિયર સર્વિસના મેનેજર બિંદુસિંગે જણાવ્યું હતું કે, અમારી ગાડી ડેઇલી રાજકોટથી અમદાવાદ એરપોર્ટ પર જાય છે અને છેલ્લા આઠથી દશ વર્ષથી રેગ્યુલર કુરીયર કંપનીમાં ચાલે છે. ગઇકાલે રાત્રે લગભગ ૯.૩૫ વાગ્યે ગાડી રાજકોટથી નિકળી હતી અને મોડી રાત્રે અંધારામાં સુરેન્દ્રનગરના સાયલાની આજુબાજુ ગાડીની લૂંટ થઇ છે. ગાડીનો નંબર છે ય્ત્ન- ૦૩-મ્રૂ-૮૦૦૬ છે અને ગાડીના ડ્રાઇવરનું નામ અમિત છે. રાત્રે એક વાગ્યાની આસપાસ ડ્રાઇવર અમિતે કોઇ બીજાના મોબાઇલથી મને ફોન કરી ગાડીની લૂંટ થયાની જાણકારી આપી હતી. વધુમાં જણાવ્યું કે, ડ્રાઇવર અમિત તેમજ હેલ્પર સાથે પણ મારામારી કરવામાં આવી છે. આખી રાત હેલ્પરને શોધવા છતાં કોઇ ભાળ મળી નહોંતી. ત્યારબાદ છેંક સવારે હેલ્પરનો પત્તો લાગ્યો હતો. આ ગાડીની અંદર ૩૦ પાર્સલ ઇમીટેશન જ્વેલરીના અને ૬૪ બેગમાં ચાંદીનો માલ હતો. જે રાજકોટથી અમદાવાદ એરપોર્ટ પર થઇને બેંગલોર, હૈદરાબાદ, મદ્રાસ, કોઇમ્બતુર અને પટના સહિતના શહેરોમાં જવાનો હતો. જે પચાસ જેટલા વેપારીઓને ત્યાં પહોંચાડવાનો હતો.

Follow Me:

Related Posts