ગુજરાત

સુરેન્દ્રનગરમાં કરોડોની ચાંદી લૂંટ કેસના આરોપીઓ આ ગેંગના હોવાનું ખુલ્યું, બેને ઝડપી લીધા

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ મારામારી અને હત્યાના બનાવો અને હવે લૂંટના બનાવો પણ વધતા જઈ રહ્યા છે. ત્યારે સાયલા હાઇવે નજીક વધુ એક લૂંટનો બનાવ બન્યો હતો. ત્યારે કરોડો રૂપિયાની ચાંદીની લૂંટ કરી અને લૂંટારુઓ ફરાર બન્યા હતા. આ અંગે પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગરના સાયલા નજીકથી ૧૪૦૦ કિલો ચાંદી અને અન્ય જ્વેલરીની લૂંટ કરી અને ત્રણ ગાડીમાં આવેલા ઈસમો ફરાર બન્યા હતા. આ મામલે પોલીસ તંત્ર દ્વારા લૂંટારૂ ગેન્ગને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

મળતી વિગત અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની અટકાયત કરી છે અને જે લૂંટમાં વપરાયેલો ટ્રક છે તે પણ ઝડપી લીધો છે. ત્યાર બાદ છ દિવસ પહેલા સાયલા હાઈવે ઉપરથી ૧૪૦૦ કિલો ચાંદી અને અન્ય ઝવેરાતની ચોરી કરી અને આ કંજર ગેંગના સાગરીતો જ મોડસ ઓપરેન્ડી પ્રમાણે હોવાનું ખુલવા પામ્યું છે. ત્યારે જિલ્લામાં કંજર ગેંગનો આંતક વધતો જઈ રહ્યો છે. અને ખાસ કરી ગુજરાતમા સુરેન્દ્રનગર જિલ્લાને જ કંજર ગેંગ દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવ્યા હોવાનું પણ ખુલવા પામ્યું છે.

Follow Me:

Related Posts