સુરેન્દ્રનગરમાં કલાકારો-લેખકોનો મેળો- જગદીશ ત્રિવેદીના બે પુસ્તકોનું ભવ્ય વિમોચન
સુરેન્દ્રનગરના પંડીત દિનદયાળહોલમાં ગુજરાતી ભાષાનાં સ્વનામધન્ય કલાકારો, લેખકો,કવિઓશિક્ષણવિદોનો મેળો ભરાયો હતો.ઝાલાવાડના હાસ્યકલાકાર, લેખક, કવિ અને દાનવીર ડો. જગદીશત્રિવેદીના પંચાવન વર્ષ પુરા થયા એની ખુશાલીમાં એમના જીવનઉપર લખાયેલું પુસ્તક ” વંદુ એ જગદીશને ” તથા ” સેવાનું સરવૈયું”એમ કુલ બે પુસ્તકોના વિમોચનનો ભવ્ય કાર્યક્રમ થઈ ગયો.જેમાં ગુજરાતી ભાષાના દોઢસોથી વધું કલાકારો, લેખકો કવિઓ અનેશિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં મુખ્ય સચિવ પી.કે. લહેરી, અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાજાણીતા કવિ તુષાર શુક્લ, હાસ્યકલાકાર સાંઈરામ દવે, લોકસાહિત્યકાર માયાભાઈ આહીર, મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ, ઉપરાંત પદ્શ્રી શાહબુદ્દીન રાઠોડ, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવજાણીતા કવિઓ વિનોદ જોશી, મનોહર ત્રિવેદી, માધવ રામાનૂજ, જાણીતા લેખકો રજનીકુમાર પંડયા, મહેશ યાજ્ઞિક, ડો. બળવંત જાની ઉપરાંત ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ, રાજુલાના ધારાસભ્ય શ્રીઅમરીશભાઈ ડેર, જીલ્લા કલેકટર શ્રી કે.સી. સંપટ , જીલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ , નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય સહીત અનેક કલાકારો, લેખકો, કવિઓ, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યાહતા.આશરે એક હજાર માણસોથી ખીચોખીચ ભરેલા દિનદયાળ હોલમાં સૌએ જગદીશ ત્રિવેદીની સમાજસેવાને બિરદાવી હતી. એમણે પોતાનીનિવૃતિના પ્રથમ પાંચ વરસમાં આશરે ચાર કરોડ છત્રીસ લાખ જેવીમાતબર રકમનું શિક્ષણ અને આરોગ્યમાં દાન કર્યું એ માટે અભિનંદન અને એમનો અગીયાર કરોડના દાનનો સંકલ્પ જલ્દી પુરો થાય એ માટે શુભકામના પાઠવી હતી. આમ ઝાલાવાડના ઈતિહાસનો એક ગૌરવપૂર્ણ કાર્યક્રમ સંપન્ન થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરજે આકાશે કર્યુ હતું .
Recent Comments