સગીરને ટુ-વ્હીલર આપવું માબાપને ભારે પડ્યુ છે. તેમા માબાપે આજે સંતાનનેગુમાવવાનો દિવસ આવ્યો છે. સુરેન્દ્રનગરના કુકરા પાસે ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સગીરને ટુ-વ્હીલર આપવું માબાપને ભારે પડ્યુ છે. તેમા માબાપે આજે સંતાનને ગુમાવવાનો દિવસ આવ્યો છે. સુરેન્દ્રનગરના કુકરા પાસે ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ૧૫ વર્ષના છોકરાએ ટ્રેક્ટરને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો અને અકસ્માત થયો.માબાપનેકિશોરનેટુ-વ્હીલર ચલાવવાની છૂટ આપવી ભારે પડી ગઈ છે.
બાઇક સવાર બાળકને છાતીમાં ગંભીર ઇજાઓ થઇ હતી આ અકસ્માતમાં ૧૫ વર્ષના કિશોરનું મોત થયું હતું. બાઇક ચાલક બાળકને છાતીના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. ગંભીર ઇજાના કારણે કિશોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ૧૫થી ૧૭ વર્ષના સગીરોને વાહન આપતા વાલીઓ માટે આ ઘટના ચોંકાવનારી છે. તેથી તેઓએ ચેતવું રહ્યું. જેતપુર પાસે બાઇક અને ટ્રકની ટક્કર રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર જેતપુરની તત્કાલ ચોકડી પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવારનું મોત થયું હતું. મૃતક યુવકને ૧૦૮ મારફત પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. બનાવ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments