સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ, રજૂઆત કરનારનાં ઘર ઉપર કર્યું ૮ રાઉન્ડ ફાયરિંગ
માહિતી મુજબ સાયલા તાલુકાના સુદામણામાં રજૂઆત કરનારનાં ઘર ઉપર ફાયરિંગ કરાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જાેવા મળ્યો છે. રજૂઆત કરનારે સુરેન્દ્રનગરનાં સાયલાના સુદામણામાં રજૂઆત કરનારનાં ઘર ઉપર ૮ રાઉન્ડ ફાયરિંગ કરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રજૂઆત કરનારે ગેરકાયદેસર ખનીજ અંગે બે દિવસ અગાઉ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી.
પરિણામે ખનીજ માફિયાઓએ ૮ રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ભારતીય ન્યાસ સંહિતા કાયદા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. માહિતી મુજબ સાયલા તાલુકાના સુદામણામાં રજૂઆત કરનારનાં ઘર ઉપર ફાયરિંગ કરાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જાેવા મળ્યો છે. રજૂઆત કરનારે રજૂઆત બાદ વીડિયો મેસેજ પણ વાયરલ કર્યો હતો. જેમાં ઉલ્લેખ કરાયો હતો કે અમારી જાનને જાેખમ છે, તેમ જાણવા મળ્યું છે. ફાયરિંગની જાણ થતાં જ સુરેન્દ્રનગર એસ.પી, લીંબડી ડી.વાય.એસ.પી., પી.એસ.આઇ., એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. રજૂઆત કરનારની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ તપાસમાં જેની દાજ રાખી ખનીજ માફિયાઓ દ્વારા ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ગામ અને રજૂઆત કરનારની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. અગાઉ ૧ એપ્રિલ ૨૦૨૪ના રોજ લેખિતમાં રજૂઆત કરી હતી તેમ સૂત્ર તરફથી માહિતી મળી છે.
Recent Comments